પાટણ : યુનિવર્સીટીના કન્વેન્શન હોલ ખાતે નારી ગૌરવ દિવસની કરાઈ ઉજવણી

મહિલાઆેને આર્થિક રીતે પગભર કરી સ્વાવલબી બનાવવાના પ્રયાસરૂપે રાજ્ય સરકાર દ્વારા નારી ગૌરવ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ ચેક વિતરણનો સમારોહ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવિર્સટીના કન્વેન્શન હોલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાંનર્મદા અને શહેરી ગૃહનિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી યોગેશભાઈ પટેલનાહસ્તે જિલ્લાના ૧૦ સખી મંડળોને વિના વ્યાજની રૂ.૧ લાખની લોનનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

પ્રાસંગીક ઉદબોધન કરતાં ગૃહનિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્ર યોગેશભાઈ પટેલે જણાવ્યું કે, ગુજરાતના પનોતાપુત્ર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ઘ કરવા તેમના જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અમલમાં મુકવામાં આવી હતી.રાજ્ય સરકાર દ્વારા મહિલાઆેના વિકાસલક્ષી પ્રવૃિત્તઆેને આગળ વધારવા રાજ્યના ૧૦ હજાર જુથની એક લાખ મહિલાઆેને ૧૦૦ કરોડ રૂપિયાની વગર વ્યાજની લોનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ યોજનાના બ્લ્યુિપ્રન્ટથી લઈ તેના અમલીકરણ સુધી મુખ્યમંત્રી અંગત રસ લઈ માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે જે આપણા માટે ગૌરવની વાત છે.

વધુમાં રાજ્યમંત્રિએ જણાવ્યું કે, ગ્રામ વિકાસ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારની મહિલાઆેને તાલીમ આપી અને તેમને બેંક સાથે જોડી સહાય આપવામાં આવે છે. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત બે લાખ જેટલા જૂથની રપ લાખ કરતાં વધુ મહિલાઆે તેમના કૌશલ્ય થકી આર્થીક રીતે સદ્ઘર બની છે. માનવવિકાસના સુચકાંકને વધુ ઉંચે લઈ જવા જનભાગીદારી થકી આ મહિલાઆે પુરક આવક દ્વારા ગૌરવપૂર્ણ જીવન જીવી રહી છે.

સુશાસનના પાંચ વર્ષના કાર્યકાળ બદલ શુભેચ્છાઆે પાઠવતાં રાજ્યમંત્રીએ ઉમેયુઁ કે, રાજ્યના સવાઁગી વિકાસ માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મૂકેલા પાયા પર રાજ્યના જનિપ્રય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જવા નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યા છે. રાજ્ય સરકારની આ ટીમના સભ્ય તરીકે હું ગૌરવની લાગણી અનુભવું છું.

કોરોના મહામારી દરમ્યાન સખી મંડળોએ કરેલી ભોજન વ્યવસ્થાથી લઈ કોરોના સામે જનજાગૃતિ સહિતની પ્રવૃિત્તઆેને બિરદાવી રાજ્યમંત્રી યોગેશભાઈ પટેલે સખી મંડળોને આપવામાં આવેલી લોન સહાય બદલ મહિલાશિક્ત વતી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.