પાટણ : સસ્તા અનાજની દુકાન મોડી ખુલતાં ગ્રાહકોને હાલાકી

પાટણ નીલમ સિનેમા પાસે આવેલ સસ્તા અનાજની દુકાન આજરોજ ૧૧ વાગે ખોલતા ગ્રાહકો પરેશાન થઈ જવા પામ્યા હતા. તો ગ્રાહકો ૮.૩૦ વાગ્યાથી લાઈન લગાવીને માલ લેવા માટે બેઠા હતા ત્યારે આ સસ્તા અનાજની દુકાન ૧૧ વાગ્યા પછી ખુલતાં ગ્રાહકોને હાલાકી પડી હતી.

ત્યારે માલ લેવા આવેલા કાર્ડ ધારકોએ જણાવ્યું હતું કે અમો સવારના લાઈન લગાવીને બેઠા છીએ હજુ સુધી સંચાલકે દુકાન ખોલી નથી. પંડિત દિન દયાલ ગ્રાહક ભંડારમાં ગરીબ વર્ગ કરિયાણું લેવા આવતા હોય છે ત્યારે આ દુકાન સમયસર ના ખુલતાં ધંધા રોજગારની રજા પડતી હોય છે ને હેરાન પરેશાન થઇ જતા હોય છે.

તો કંટ્રોલ ના માલિક હરેશભાઈને પૂછતા તેઆેએ જણાવ્યું હતું કે આજરોજ તેઓની તબિયત સારી ન હોવાથી દુકાન સમયસર ખોલી શકાઈ ન હોવાનો અફસોસ વ્યકત કર્યો હતો અને આગામી દિવસોમાં કાર્ડ ધારકોને વધુ સમય ન બગડે તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવવાનું પણ જણાવ્યું હતું.