પાટણ : પ્રદેશ ભાજપ બક્ષીપંચના પ્રદેશ અધ્યક્ષની કરાઈ સાકરતુલા

- Advertisement -

This browser does not support the video element.

Patan : ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ઉદય કાનગડ આજરોજ પાટણ જિલ્લા ની મુલાકાતેઆવ્યા હતા ત્યારે પાટણમાં કાર્યક્રમની શરૂઆત કરતાની સાથે જ સૌપ્રથમ તેમણે પાટણના પ્રસિધ્ધ સમસ્ત પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ ભગવાન પદ્મનાભના દર્શન કર્યા હતા.

જ્યાં સમસ્ત પાટણ પ્રજાપતિ સમાજ દ્વારા પ્રદેશ અધ્યક્ષ ઉદય કાનગડ ની સાકરતુલા કરવામાં આવી હતી.આ સાથે પ્રદેશ અધ્યક્ષે ભગવાન પદ્મનાભ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

મંદિર પરિસરમાં આવેલા તમામ ભગવાન માટી માંથી બનેલા હોવા છતાં પણ આ નિરાકાર સ્વરૂપ આેગળતું ના હોઈ આ વાત પ્રદેશ પ્રમુખને હ્રદયસ્પશી હતી.

આ કાર્યક્રમમાં પ્રદેશ બક્ષીપંચ મોરચાના મહામંત્રી મયંકભાઈ નાયક,પ્રદેશમંત્રી વિનયિસહ ઝાલા,જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર, સહિત પ્રજાપતિ સમાજના આગેવાનો ઉપિસ્થત રહયા હતા.