પાટણના અનાવાડા ગામ મુકામે વર્ષોથી પરંપરાગત રીતે શ્રી ખેજડીયા વીરદાદાનો હવન યોજવામાં આવ્યો હતો અને આ હવન દર વર્ષ અનાવાડીયા લેહુવા પાટીદાર સમાજ દ્વારા અનાવાડા ગામના ભાગોળે આવેલ શ્રી ખેજડીયા વીરદાદાના મંદિર ખાતે યોજવામાં આવે છે.
અને હવનની પૂણાહૂતિ બાદ દાદાને ધજા ચડાવવામાં આવી હતી. તથા જે પાંચ દિવસના ઉપવાસ હોય છે તે પુરા કરવામાં આવ્યા હતા. અને તમામ લોકો હાજર રહીને દર્શનનો લ્હાવો લીધો હતો અને
ત્યાર બાદ રાત્રે ચાર ચોકમાં દીવા મુકીને આખા ગામ ફરતે પલ્લી કાઢવામાં આવી હતી અને આ પલ્લીને વાગતે ગાજતે તથા વીરદાદાના જયજય કાર સાથે પલ્લીને મંદિરે મંદિર ખાતે લઈ જવામાં આવી હતી
અને તમામ ગામ લોકો પલ્લીમાં જોડાય છે અને ભક્તિમાં ઉલ્લાસમય બની જતા હોય છે.