નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી કેમ્પસમાં શ્રી અને શ્રીમતી પી.કે કોટવાલા કોલેજ ખાતે એલિક્ઝિર ફાઉન્ડેશન અને યુનિસેફ ના સહયોગ થી યંગ લીડર્સ લેબ લોન્ચનો કાર્યક્રમ આજરોજ યોજવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને આગેવાની લેવા અને તેમની નેતૃત્વ મોડ્યુલો ,, નેતૃત્વ માટે વ્યવહારુ અભિગમ અને ભાવનાત્મક બુદ્ધિ, સ્વ – જાગૃતિ, સંદેશા વ્યવહાર અને પ્રતિસાદ કુશળતા, પ્રભાવિત અને વાટાઘાટો કુશળતા શીખવવાના હેતુ, સારા નર્ણયિ લેનારાઓ અને તેમને નોકરી માટે તૈયાર કરવાના હેતુસર વિદ્યાર્થીઓ જરૂરી મૂળભૂત કુશળતા શીખે તેહેતુ થી ગુજરાત રાજ્યની પ્રથમ યંગ લીડર્સ લેબ શ્રી અને શ્રીમતી પી કે કોટવાલા કોલેજ ખાતે સ્થાપવામાં આવી છે .

યંગ લીડર્સ લેબમાં ૧૦૦ વિદ્યાર્થીઓને સમાવવા માં આવશે અને તેમને ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવશે. યંગ લીડર્સ લેબ લોન્ચ કાર્યક્રમમાં પાટણ જિલ્લાવિકાસ અધિકારી રમેશ મેરજા, એન.જી.એસ ડાયરેકટર ડો.જે.એસ.પંચોલી. પી.કે. કોટાવાલા આર્ટસ કોલેજના પ્રિન્સીપાલ ડો.લલિત પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. આશુતોષ પાઠક, એલિકસિર ફાઉન્ડેશનના કૃણાલ શાહ,તેમજ પ્રોજેકટ કો– ઓર્ડીનેટર નિયતિ સહિત કોલેજના પ્રાધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024