Patan News : પાટણના હાઈવે વિસ્તારમાં આવેલી મારુતિ શો-રૂમ ની સામેની રાધે રોયલ સોસાયટીમાં કેટલાક જુગારીઓ પૈસા પાનાનો જુગાર રમી રહ્યા હોવાની પાટણ એલસીબી પોલીસને (Patan LCB Police) ખાનગી રાહે બાતમી મળતા એલસીબી ટીમે ઘટના સ્થળે રેડ કરતા 10 જુગારીઓ રોકડ રૂપિયા 5,81,600 સાથે જુગાર રમતાં આબાદ ઝડપાઈ ગયા હતા. જેથી ખળભળાટ મચી ગયો હતો.
પાટણ એલસીબી ટીમે ઘટના સ્થળેથી રોકડ રકમ રૂ. 5,81,600 તેમજ ત્રણ ગાડીઓ કિ. રૂ. 8 લાખ, મોબાઇલ નંગ. 12 કિ. રૂ. 75000 નો મળી કુલ રૂ. 14,56,600 નો મુદામાલ હસ્તગત કરી કુલ 10 જુગારીઓને ઝડપ્યા હતા,
પકડાયેલ આરોપીઓની વિગત
(1) રાવલ પ્રવીણભાઇ ગોપાળભાઇ રહે. રનાવાડા તા. કાંકરેજ જી. બનાસકાઠા
(2)પટેલ જશ પાલકુમાર ગાંડાભાઇ રહે. માડોત્રી તા. પાટણ જી. પાટણ
(3) પટેલ મનોજ કુમાર બાબુભાઇ રહે. માંડોત્રી તા. પાટણ જી. પાટણ
(4) સુથાર ભારૂભાઇ જેમલભાઇ રહે. રાંનેર તા. કાંકરેજ જી. બી.કે.
(5) જાદવ વજેસિંગ જશવંતસિંગ રહે. સમો તા. ડીસા જી. બી.કે.
(6) વાઘેલા જેથુભા બાબુજી રહે. ભડથ તા.ડીસા જી.બી.કે.
(7) પટેલ નવિનભાઈ કરસનભાઇ રહે. માંડોત્રી તા. પાટણ જી. પાટણ
(8) પરમાર અશોકભાઇ ઇશ્વરભાઇ રહે. દુધારામપુર, તા. પાટણ, જી. પાાટણ
(9) પટેલ ભરતભાઇ ગણપતભાઇ રહે. રણછોડપુરા. તા.ઊંઝા, જી. મહેસાણા
(10) પટેલ નીતીનકુમાર સોમાભાઇ રહે. માંડોત્રી તા. પાટણ. જી. પાટણ
આ તમામની અટક કરી બી. ડિવિઝન પોલીસ ને સોપતા પોલીસે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પાટણ બી ડિવિઝન પીઆઈ આર. એમ. વસાવા ચલાવી રહ્યા છે.