સાયબર ક્રાઇમ ના ગુન્હાઓ ને ગંભીરતા થી લઇ આગામી તહેવારો ના દિવસોમાં જાહેર જનતા આવા ગુન્હાઓનો ભોગ બનતા અટકી શકે તે માટે સાયબર અવરનેશ પ્રોગામો નું આયોજન કરવા સુચના કરેલ જે સુચના આધારે પોલીસ અધિક્ષક પાટણ અક્ષયરાજ (આઇ.પી.એસ.) ના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઈન્સ. વાય.કે.ઝાલા એલ.સી.બી પાટણ સાયબર અવરનેશ બાબતે ગઇકાલ તા.૧૬/૧૦/૨૦૧૯ ના રોજ એક સેમિનાર નું આયોજન કરેલ અને જેમાં પાટણ જીલ્લા ની બેંકો ના અધિકારીઓને સાથે રાખી આવા ગુન્હાઓ બનતા કેવી રીતે અટકાવી શકાય તે બાબતે ની વિસ્તૃત છણાવટ કરવામાં આવી.

આ સેમિનાર માં મુખ્ય ચાર મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવેલ જેની વિગત નીચે મુજબ ની છે.

(૧) સાયબર ક્રાઇમ માં ખાસ કરીને ઓનલાઇન પૈસા કપાયા હોય તેવા બનાવોમાં તાત્કાલિક અસરથી અરજદાર ના પૈસા રોકી રીફંડ કરવા માટે શું પ્રયાસો કરી શકાય
આ બાબતે બેંક ના કર્મચારીઓ ને સમજ આપેલ કે કોઇ વ્યક્તિ ના ઓનલાઇન ફ્રોડ થી પૈસા કપાયા હોય તેવા સંજોગોમાં સહકાર આપી આ પૈસા બીજા કોઇ ઇ-વોલેટ માં કે ઓનલાઇન શોપીંગ કે બીજી કોઇ બેંક ના ખાતા માં પૈસા કપાય કે ટ્રાન્સફર થાય એ પહેલા તે પૈસા રોકી લેવામાં આવે.

(૨) કોઇ વ્યક્તિ ના ખાતા માંથી કોઇપણ ભુલ વગર પૈસા કપઇ ગયા હોય તેવા સંજોગોમાં રીફંડ મેળવવા શું પ્રયાસો કરી શકાય
આ બાબતે ઘણા બનાવોમાં ધ્યાને આવેલ કે બેંક ના કર્મચારીઓ ખાતેદાર ના પૈસા સાત દિવસની લિમિટમાં પરત મળે તેમ હોવા છતાં તેઓ અરજદારનું ડીસ્પ્યુટ ફોર્મ જલ્દીથી ભરતા નથી તેમજ અરજદારો/ખાતેદારો ને ધક્કા ખવડાવતા હોય છે અને પોલીસની એફ.આઇ.આર. વગર પૈસા પરત મળે નહી તેવું જણાવતા હોય છે
આવા સંજોગોમાં અરજદાર ને ધક્કા નહી ખવડાવી તાત્કાલિક અસરથી બેંક ની કાર્યવાહી કરી દેવી અને બેંક દ્વારા જ પોલીસ ને જાણ કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવા સુચના કરેલ .

(૩) સાયબર અવરનેશ ના બેંકમાં પોસ્ટર લગાવવા બાબત
આ બાબતે બેંક ના અધિકારીઓને સુચના કરવામાં આવેલ કે કોઇપણ બેંક કર્મચારી ફોન ઉપર ખાતેદાર ની કોઇપણ માહિતી માંગતા નથી આવી કોઇ માહિતી ફોન ઉપર શેર કરવી નહી તેવા મોટા પોસ્ટરો બેંકમાં આવતાં માણસો ની નજરમાં આવે એ રીતે લગાવવા ખાલી નોટીસબોર્ડ ઉપર નહી મુકી તમામ માણસો વાંચી શકે તેવી રીતે લગાવવા સુચના કરેલ

(૪) એ.ટી.એમ. સિક્યુરીટી બાબતે
આ બાબતે બેંક ના અધિકારીઓને સુચના કરવામાં આવેલ કે તેઓના એ.ટી.એમ. ઉપર ફરજિયાત સિક્યુરીટી ગાર્ડ રાખવા તેમજ સિક્યુરીટી ગાાર્ડ ને ખાસ સુચના કરવી કે કોઇપણ વ્યક્તિ પૈસા ઉપાડવા આવે અને તેને એ.ટી.એમ. ની પ્રોસેસ ખબર ના પડતી હોય તેવા સંજોગોમાં સિક્યુરીટી ગાર્ડે જાતે મદદ કરવી બીજા કોઇ અજાણ્યા વ્યક્તિ મદદ કરતાં હોય તો તેઓને અટકાવવા જેથી એ.ટી.એમ. એક્સચેન્જ ના બનાવો રોકી શકાય.
આ ઉપર મુખ્ય ચાર મુદ્દાઓ સિવાય કોઇપણ બેંકે પોતાના ખાતેદારની તમામ માહિતી રાખવી અને સરકાર શ્રીએ નક્કી કરેલ સમયગાળા મુજબ તેને અપડેટ કરતા રહેવું જેથી ડમી એકાઉન્ટો ઉપર કાબુ મેળવી શકાય તેમજ કોઇ ખાતા નો દુર્ઉપીયોગ થતો અટકાવી શકાય.

આમ ઉપરોક્ત સેમિનાર ના આયોજનમાં પાટણ સાયબર સેલ ની ટીમ ના પોલીસકર્મી ઉપેન્દ્રભાઇ, હિતેશભાઇ, રોશનીબેન, રાહુલભાઇ, વિપુલભાઇ, આશિષભાઇ એ રીતેના માણસોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવેલ છે

ઉપરોક્ત કાર્યક્રમ ને સફળ બનાવવામાં પાટણ જીલ્લાની કુલ-૩૧ બેંક ના કુલ-૫૭ અધિકારી/કર્મચારી નાઓએ પોતાનો કિંમતી સમય ફાળવી આ સેમિનારમાં હાજરી આપી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024