પાટણ જિલ્લાના હારીજ તાલુકાના અમરતપુરા વિસ્તાર માંથી કિ.રૂ.૨૬,૨૭૬/- નો ભારતીય બનાવટ નો વિેદેશી દારૂ પાટણ એલ.સી.બી દ્વારા ઝડપાયો છે.
પોલીસ અધિક્ષક સાહેબ શ્રી એચ.કે.વાઘેલાએ પાટણ જીલ્લા મા દારૂ/જુગાર ની બદી નેસ્તનાબુદ કરવાની સુચના કરવામાં આવેલ છે. જે આધારે પાટણ એલ.સી.બી. સ્ટાફ ના પોલીસ સબ ઈન્સ્પેક્ટર વાય.કે.ઝાલા તથા એ.એસ.આઇ. ભાણજીજી તથા હેઙ.કોન્સ. ભરતસિંહ તથા કિર્તીસિંહ તથા પો.કો. કુલદીપકુમાર તથા જીતેન્દ્રકુમાર તથા રોહિતકુમાર એ રીતેના માણસો સાથે પેટ્રોલીંગ માં હતા.
દરમ્યાન અ.પો.કોન્સ. રોહિતકુમાર લક્ષ્મણભાઇને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે હારીજ અમરતપુરા વિસ્તારમા બુડાના નેળીયાથી અમરતપુરામા આવતા પહેલા રસ્તેથી અંદર જતા જમણા હાથ ઉપર આવેલ છાણના ઉકેડા ની બાજુમાં આવેલ અંડરગ્રાઉન્ડ ગટર ની કુંડીમાં ઠાકોર મંગળજી કરણાજી રહે. હારીજ અમરતપુરા તા. હારીજવાળાએ ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી રાખેલ છે જે બાતમી હકિકત આધારે પંચો સાથે સદરી જગ્યાએ રેઇડ કરતા ગેરકાયદેસર વગર પાસ પરમીટ નો ભારતિય બનાવટના વિદેશી દારૂ ની કુલ બોટલો નંગ.૧૮૯ કિમત રૂ.૨૬,૨૭૬/- નો મુદ્દામાલ મળી આવેલ હોઇ તેમજ આ કામનો આરોપી ઠાકોર મંગળજી કરણાજી રહે.હારીજ અમરતપુરા તા.હારીજવાળો હાજર નહી મળી આવેલ હોઇ જેના વિરુધ્ધ હારીજ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોધાવી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.