પાટણ તાલુકા પંચાયતના પ્રમુખ માયાબેન ઝાલાનો વિરોધ કરવો વિરોધ પક્ષના નેતાને ભારે પડયો હતો. બે દિવસ અગાઉ વિરોધ પક્ષાના નેતા સોહન પટેલે ગ્રાન્ટ બાબતે પાટણ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ઉગ્ર વિરોધ કરી વિવાદ ઉભો કર્યો હતો.
સોહન પટેલે સામાન્ય સભામાં ગ્રાન્ટ બાબતે મહિલા પ્રમુખને આડેહાથ લેતાં ઠાકોર સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા ત્યારે ઠાકોર સેના સહિત ઠાકોર સમાજ દ્વારા સોશીયલ મીડિયામાં સોહન પટેલ વિરુધ્ધ માહોલ ઉભો થયો હતો.
ઠાકોર સમાજનો વિરોધ જોઈ સર્કિટ હાઉસ ખાતે સોહન પટેલે ઠાકોર સમાજની બે હાથ જોડી માફી માંગી હતી. સોહન પટેલે ભરી સભામાં માફી માંગી લેતાં સોશીયલ મીડિયામાં ઠાકોર સમાજનો રોષ શાંત થયો હતો.