પાટણ નગરપાલિકાના સ્વચ્છતા સમિતિ તથા દબાણ સમિતિના ચેરમેન તરીકે રાજીનામું આપ્યું.

PTNNews

જાણો શા કારણે આપવું પડ્યું રાજીનામુ અને શું લખ્યું હતું રાજીનામાં માં.

હુ ગોપાલસિંહ ગંગાસિંહ રાજપુત પાટણ નગરપાલિકા વોર્ડ નં. ૩ના ચૂંટાયેલો પ્રતિનિધિ છું. તેમજ આપશ્રીના પ્રમુખના નેજા હેઠળ મને સ્વચ્છતા સમિતિ તથા દબાણ સમિતિના ચેરમેન તરીકે જવાબદારી આપેલ છે.

આ જવાબદારી મને પાટણ શહેરના હિત માટે જવાબદારી આપવામાં આવી હતી. પરંતુ પાટણ શહેરનો વિકાસ દીન પ્રતિદીન વધી રહયો હોઇ આ કામગીરી માટે અને સ્વચ્છતાની સારી કામગીરી માટે મારે યોગ્ય અને વધુ કામદારોની જરૂર પડતી હોય છે. મારી માગણી હતી કે પાટણ શહેરના તમામ વોર્ડમાં જરૂરી કામદારોની ભરતી કરવામા આવે તો આ કામગીરી સારી થઇ શકે.

પરંતુ આ કામગીરી માટે કામદારોની ભરતી ન થતી હોઇ અને સાફ સફાઇ માટે પુરતા સાધનો પણ ન મળતા હોઇ પાટણ શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય દેખાય છે. તેથી મારી પ્રતિષ્ઠાને ધકકો પહોચે છે. મે મારી જવાબદારી સંપૂર્ણ પાટણ શહેરના હિત માટે નિભાવેલી છે. પાટણ શહેરમાં સફાઇ કરવા માટે કામદારોની ભરતી ન થતા અને વાહનોની ફાળવણી ન થતી હોઇ હું સ્વચ્છતા કમીટીના અને દબાણ કમીટીના ચેરમેન પદેથી રાજીનામું આપુછું. જે સ્વીકારવા વિનંતી છે.