ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષાણ બોર્ડ દ્વારા તાજેતરમાં ધો.૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેના પગલે વિદ્યાર્થીઓ વિવિધ ફેકલ્ટીઓમાં પ્રવેશ મેળવવા સહિત રાજય સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાાઓમાં ફોર્મ ભરવા માટે કિ્રમીલીયર, આવક, જાતિ સહિતના વિવિધ દાખલાઓ કઢાવવા માટે મામલતદાર એટીવીટી સેન્ટર ખાતે અરજદારોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે.
ત્યારે રોજના ૩૦૦ થી ૪૦૦ વિવિધ પ્રકારના દાખલાઓ કાઢવામાં આવતા હોવાનું એટીવીટી સેન્ટરના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. તો કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરી અરજદારોને એક પછી એક સંખ્યામાં વિવિધ દાખલાઓ કાઢવામાં આવી રહયા છે. ત્યારે મામલતદાર કચેરીના સ્ટેમ્પ વેન્ડરો અરજદારો પાસેથી ઉઘાડી લુંટ ચલાવી મસમોટી ફી ની રકમ વસુલતા હોવાના પણ આક્ષોપો અરજદારો કરી રહયા છે.