આઝાદીનાં ૭પ વર્ષની અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પાટણ ભારતીય જનતા પાર્ટી પાટણ શહેર અને સરસ્વતી બક્ષી પંચ મોરચા દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોન દોડ રેલ્વે સ્ટેશન થી રંગીલા હનુમાન સુધી યોજાઈ હતી. જેમાં મોરચાના પદાધિકારીઓ, શકિત કેન્દ્રના પ્રમુખ કાર્યકર્તાઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રેલ્વે સ્ટેશને મેરેથોનદોડ માં પાટણ જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશ પટેલ ગૌરવ મોદી ડોક્ટર બાબુભાઈ પ્રજાપતિ સહિતના કાર્યકરો હાજર રહી દોડવીરોને પ્રોત્સાહન પુરુ પાડયું હતું.
આ પ્રસંગે ભાવેશ પટેલે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના તમામ યુવા કાર્યકર્તાઓ અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરુપે દોડના સંકલ્પ થકી આગળ વધી રહયા હોવાનું જણાવ્યું હતું.