પાટણ શહેરમાં વાયરલ ફીવરના કારણે બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે પાટણ શહેરની પ્રસિદ્ઘ હાર્ટ એન્ડ ક્રિટિકલ કેર હોસ્પિટલ દ્વારા પાટણ શહેરના દુ:ખવાડા વિસ્તારમાં આવેલ આંબેડકર હોલ ખાતે નિશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પાટણના જાણીતા ડો.યોગેશભાઈ પટેલ દ્વારા નિ:શુલ્ક સેવા આપવામાં આવી હતી.

આ સેવા કેમ્પમાં આજુબાજુની સોસાયટીઓના ૩૦૦ થી વધારે લોકોએ આ સેવા કેમ્પનો લાભ લોધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા દુ:ખવાડા યંગસ્ટરના સભ્યોએ ભારે જહેમત ઊઠાવી હતી. આ સેવા કેમ્પમાં સરકારની કોરોના ગાઇડલાઇનનું ચુસ્ત પણે પાલન કરી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024