હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના વહીવટી ભવન ખાતે આજરોજ એકેડમી કાઉિન્સલની બેઠકનું આયોજન કુલપતિ ડો.જે.જે વોરા ના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.જેમાં એજન્ડા ઉપરના પ૦ જેટલા વિવિધ કામોની ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ૩પ સભ્યો હાજર રહયા હતા. આ બેઠકમાં ખાસ કરીને યુજીસી દ્વારા કરવામાં આવેલ્ાી વિવિધ ભલામણોને લઈને કમિટી બનવવામાં આવી છે.જેની સાથે તપાસ કરીને કમિટી રિપોર્ટ આપશે. વધુમાં વિવિધ અભ્યાસક્રમોમાં બદલવા માટે આવેલી ભલામણોને ધ્યાને લેવામાં આવી હતી.
અને જેતે બોર્ડ દ્વારા કરાયેલ્ાી ભલામણોને પણ ધ્યાનમાં લેવામાં આવી હતી. આ ઉપરાંત આગામી નવીન સત્રમાં વિવિધ અભ્યાસક્રમ અંગેની પણ ચર્ચાઆે પણ આ બેઠકમાં કરવામાં આવી હતી. આ બેઠકમાં રજીસ્ટાર ડો.ડી.એમ પટેલ સહિત યુનિવિર્સટીના વિવિધ કર્મચારીઆે ઉપિસ્થત રહ્યા હતા.