PATAN : પાટણ શહેરના કાજીવાડા પંપીગ સ્ટેશન (Pumping station) ઉપર નળ કનેકશનો વધી જતાં આ ભારણ ઘટાડવા પાલીકા (Palika) દવારા વોર્ડ નંબર ૧૦ ના કેટલાક વિસ્તારોના નળ કનેકશનો બોકરવાડા પંપીગ સ્ટેશન સાથે જોડાણ કરવામાં આવ્યા છે. જેના કારણે લખાતવાડા, નાનો મહોંમદીવાડો, મોટો મહોંમદી વાડો સહીતના કેટલાક વિસ્તારોમાં પાણીનો ફોર્સ ઘટીજતાં પુરતા પ્રમાણમા્ર પાણી નહી મળતા આ વિસ્તારની મહીલાઓ મોરચો લઈ નગરપાલીકા કચેરીએ દોડી આવી હતી.
અને ચુંટાયેલી પાંખના જવાબદારોની ગેરહજારીમાં ચીફ ઓફીસર પાંચાભાઈ માળીને રજુઆત કરી જણાવ્યું હતું કે, અન્ય વિસ્તારોને પાણી આપો તેની સામે અમારો વિરોધ નથી. પરંતુ અમને પુરતાં પ્રમાણમાં પાણી આપો અગાઉ પુરતા પ્રમાણમાં પાણી મળતું હતું. હવે મળતું નથી. પાણી વગર કઈ રીતે રહેવું. મહીલાઓની આ રજુઆતના પ્રત્યુત્રમાં ચીફ ઓફીસરે પાલીકાના એન્જીનીયર સાથે વાતચીત કરી બે દીવસમાં સમસ્યાઓ નો ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.
તો વોર્ડ નંબર ૧૦ માં છેલ્લા કેટલાક વર્ષોથી પીવાના પાણીની કાયમી સમસ્યા છે. ઓછા ફોર્સના કારણે કેટલાક વિસ્તારોને પાણી મળતું નથી. આ સમસ્યાના ઉકેલ માટે કાજીવાડા પંપીગ સ્ટેશનમાં (Pumping station) બીજો સમ્પ બનાવવા સરકારની યુજીડીસીની ગ્રાન્ટમાંથી (Grant) અગાઉની પાલીકાના શાસનમાં રૂા. ૩૬ લાખની ગ્રાન્ટ પણ મંજુર થઈ હતી.
પરંતુ કોઈ કારણોસર સમ્પ બનાવવામાં નહી આવતા આજે પણ પરિસ્થિતિ યથાવત રહેવા પામી હોવાનું સ્થાનીકો એ જણાવ્યું હતું. આ પ્રસંગે ભુરાભાઈ સૈયદ, ઉસ્માનભાઈ શેખ, વોર્ડ નંબર ૧૦ ના કોંગ્રેસ ના કોપોરેટર સમીમબાનું સુમરા, કાદરભાઈ કાદરી સહીતના સ્થાનીક લોકો હાજર રહયા હતા.