Patan City : પાટણ શહેરના મોતીસા દરવાજા વિસ્તારમાં ઘરમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. પાટણ શહેરના મોતીસા દરવાજા વિસ્તારમાં આવેલ ડોડીયાવાસ ખાતે રહેતા રામીબેન કુબેરભાઈ સોલંકીના બંધ મકાનમાં આકસ્મિક આગ લાગી હતી.
આ આકસ્મિક આગ લાગતા ઘરમાં પડેલો કાટ-માળ બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. આ આગ અંગેની જાણ પાલિકાના ફાયર ફાઈટરને કરાતા તેઓ તુરંત ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આંગ પર કાબુ મેળવ્યો હતો.
આમ આગ વધુ પ્રસરતા અટકી જતા સ્થાનિક રહીશોએ રાહત નો શ્વાસ લીધો હતો. તો આ અચાનક લાગેલી આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સ્થાનિક લોકો અનુમાન લગાવી રહ્યા છે
રિપોર્ટર :- મોહમ્મદ પઠાણ, પાટણ