Patan municipality

Patan municipality

પાટણમાં પાલિકા (Patan municipality) દ્વારા 3 વર્ષથી બાકી જીએસટી એકસાથે 20 લાખ રૂપિયા જીએસટી ભરપાઈ કરવું પડ્યું છે. પાલિકા હસ્તકના શોપિંગ સેન્ટર અને જાહેરમાં લગાવવામાં આવતા જાહેરાતના બોર્ડમાંથી થતી આવકનું 18 ટકા જીએસટી છેલ્લા 3 વર્ષથી બાકી હતું. જે પાલિકા દ્વારા એકસાથે 20 લાખ રૂપિયા જીએસટી ભરવું પડ્યું છે.

પાટણમાં નગરપાલિકા દ્વારા ભાડે આપવામાં આવેલ શોપિંગ સેન્ટરની દુકાનોના માસિક ભાડામાંથી થતી આવક તેમજ બજારોમાં જાહેરમાં જાહેરાતના બોર્ડ લગાવાની પરમિશનમાંથી થતી આવક બન્ને આવકની કુલ રકમની 18 ટકા જીએસટી સરકારમાં ભરપાઈ કરવાની હોય છે.

ત્યારે પાલિકા દ્વારા 3 વર્ષથી બાકી અંદાજે 20 લાખ રૂપિયા જીએસટી સરકારમાં ભરપાઈ કરી રેકોર્ડ નીલ કરાવવામાં આવ્યો છે. તેવું હિસાબી શાખાના સૂત્રો દ્વારા જણાવ્યું હતુ.

આ પણ જુઓ : PUBG કંપનીએ કરી દીધી આ મોટી જાહેરાત, જાણો વિગત

જીએસટીની રકમ ભરવા માટે નવો કાયદો અમલમાં આવતા તેના નીતિ નિયમોમાં પાલિકાના હિસાબી શાખાના કર્મીઓ ગોઠે ચડતા ભરપાઇ કરી શક્યા ન હતા.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024