Banaskatha

Banaskatha

બનાસકાંઠા (Banaskatha) ના ડીસામાં આખોલ ચાર રસ્તા પાસે ઓવરબ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેલર ની પાછળ ટ્રેલર ઘુસી અકસ્માત બાદ ટ્રેલરમાં અચાનક આગ લાગી હતી. જેમાં એક ચાલક નું સળગી જતાં કરુણ મોત થયું હતું. ઘટનાના પગલે આગના ગોટેને ગોટા વળ્યા હતા

ડીસા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકની લાશને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતમાં આગળ જઇ રહેલા ટ્રેલર ચાલકે બ્રેક મારતા જ પાછળ આવી રહેલા ટ્રેલર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતથી અચાનક ટ્રેલર માં આગ લાગી જતા અફડાતફડી સર્જાઇ હતી.

આ પણ જુઓ : શિક્ષકે ગૃહકાર્યના બદલે ગ્રુપમાં નાખી અશ્લીલ તસ્વીરો

અકસ્માતની ઘટનાથી ડીસા નગરપાલિકા ની ફાયર ફાઇટરની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ફાયર ફાઈટરની ટીમ આગ બુઝાવે તે પહેલા એક ટ્રેલર ચાલક કેબિનમાં જ સળગી જતા તેનું મોત થયું હતું.

આગ એટલી વિકરાળ હતી કે ડ્રાઇવર પોતાની કેબિનમાં જ સળગીને ભડથું થઈ ગયો હતો. ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે લઈ જવામાં આવ્યો છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024