જય પ્રજાપતિ, પાટણ : પાટણ શહેરમાં ગેરકાયદેસર ઘાસનું વેચાણ કરતા ફેરિયાઓ અને શાકભાજીનું વેચાણ કરતા ભાઈઓ બહેનો પાસેથી પાટણ નગરપાલિકા (Patan Nagarpalika) જોહુકમીથી હપ્તારૂપી ઘાસ અને શાક ઉઘરાવે છે તેવા આક્ષેપ સાથે આ બંધ કરવા પાલિકા ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને વિરોધ પક્ષના નેતા ભરત ભાટિયાએ રજૂઆત કરી છે.
પાટણ નગર પાલિકાના વિરોધ પક્ષના નેતા ભરત ભાટિયાએ (Bharat Bhatiya) લખેલ પત્રમાં જણાવ્યું હતું કે, પાટણ શહેરમાં રખડતા ઢોરોનો પ્રશ્ન ખૂબ જ વધુ બન્યો છે, તેમજ રખડતા ઢોરોના હિસાબે પાટણ શહેરમાં અનેક લોકો ઘાયલ થયા છે અને કેટલાય લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યાં છે.
જોહુકમીથી અને દાદાગીરીથી શાકભાજી અને ઘાસ નગરપાલિકાના સત્તાધીશો હપ્તારૂપી ઉઘરાવે છે
નગરપાલિકા ફકતને ફકત દેખાવરૂપી રખડતા ઢોરોને પકડવાની કામગીરી કરે છે પરંતુ રખડતા ઢોર પકડ્યા પછી તેની સંપૂર્ણ કાળજી લેવાની જવાબદારી નગરપાલિકાની હોય છે ફક્ત ઢોર પકડીને સંતોષ માનતી આ નગરપાલિકા રખડતા ઢોર માટે કોઈપણ પ્રકારના ઘાસચારાની વ્યવસ્થા કરતી નથી તેને હિસાબે આ બિચારા પશુઓ મોતને ભેટે છે. પાટણ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી શાસિત નગરપાલિકા હોવા છતાં આ રખડતા ઢોર માટે કોઈપણ ઘાસચારાની વ્યવસ્થાના ન કરીને પાટણ શહેરમાં જે ઘાસનું વેચાણ કરતા ફેરિયાઓ અને પાટણ શહેરમાં ખૂબ મહેનત કરીને શાકભાજી વેચતા પટણી સમાજના ભાઈઓ-બહેનો પાસે જોહુકમીથી અને દાદાગીરીથી શાકભાજી અને ઘાસ નગરપાલિકાના સત્તાધીશો હપ્તારૂપી ઉઘરાવે છે તે કેટલા અંશે વ્યાજબી છે.
ગઈકાલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પાટણ શહેરની મુલાકાતે હતા ત્યારે આ મુલાકાતમાં પાટણ જિલ્લાના અને પાટણ શહેરના ઘણા બધા પ્રશ્નો રજૂ થયા હતા પણ પાટણ શહેર અને પ્રજાજનો જે બાબતે હેરાન પરેશાન થાય છે તેની કોઈ પણ રજૂઆત વહીવટી તંત્રના કલેક્ટર કે અન્ય વહીવટી અધિકારીઓએ ન કરી હતી તેમજ ભારતીય જનતા પાર્ટીના કોઈપણ સંગઠનના હોદ્દેદારો કરી ન હતી.
વધુમાં તેમને જણાવ્યું હતું કે, નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર અને તમામ જવાબદાર આગેવાનોને વિનંતી છે કે, પાટણ શહેરમાં જે રખડતા ઢોરોનો પેચીદો પ્રશ્ન છે તેને યોજના બદ્ધ રીતે કરવામાં આવે અને પકડાયેલા પછી આ રખડતા મૂંગા પશુઓને નગરપાલિકાના સ્વભંડોળ અથવા તો સરકારની કોઈ પણ યોજનામાં સમાવેશ કરવામાં આવે અથવા સરકારમાં રજૂઆત કરીને મુંગા પશુઓ માટે વ્યવસ્થા કરવામાં આવે.
પાટણ શહેરમાં નગરપાલિકાના સત્તાધિશો જે હપ્તારૂપી જોહુકમીથી અને ધાક ધમકી આપી ગરીબ વ્યક્તિઓ પાસે ઘાસ અને શાકભાજી ઉઘરાવે છે તે તાત્કાલિક બંધ કરવા મેલ મારફતે પાલિકા ચીફ ઓફિસર સંદીપ પટેલ અને પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ જણાવ્યું હતું.
Types of Insurance
1. General Insurance
The major kind of General Insurance Policies in India are:
- Health Insurance
- Motor Insurance
- Travel Insurance
- Property Insurance
- Commercial Insurance
- Asset Insurance
- Pet Insurance
- Bite-Sized Insurance
2. Life Insurance
The major kind of Life Insurance Policies in India are:
- Term Insurance
- Whole Life Insurance
- Endowment Policy
- Money Back Policy
- Pension Plan
- Unit Linked Insurance Plans
- Child Plans