પાટણ : PATAN
પાટણ નગરપાલિકાના માથે કોરોડો રૂપિયાનું વીજ લેહણું બાકી બોલી રહયું છે. ત્યારે એક બાજું નગરપાલિકા વીજ બીલ ભરવા સક્ષમ નથી.
બીજીબાજું પાલિકાના કર્મીઓ દવારાજ વીજળીનો દુરઉપયોગ કરાતા વીજ બીલમાં વધારો થઈ રહયો છે તે કેટલે અંશે વ્યાજબી કહેવાય ?
પાટણ નગરપાલિકાના સ્વચ્છતા શાખામાં છ વાગ્યા પછી પી.ટી.એન. ન્યુઝ દવારા મુલાકાત લેવામાં આવતા ત્યા ચોકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા.
સ્વચ્છતા શાખામાં કોઈપણ કર્મચારી ના હોવા છતાં લાઈટો અને પંખા બેફામ ચાલુ જોવા મળ્યા હતા. ત્યારે એક બાજુ સરકાર વીજળી બચાવો અભિયાન ચલાવી રહી છે ત્યારે બીજી બાજું સરકારી કચેરીઓમાંજ તેનો દુરઉપયોગ જોવા મળી રહયો છે. તે કેટલે અંશે વ્યાજબી કહેવાય?
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.