પાટણના નગરદેવી તરીકે બિરાજતાં મહાકાળી માતાનું સ્વયંભૂ રીતે કિલ્લામાં પ્રાગટય થયું હતું. પાટણના ચક્રવતી રાજવી સિધ્ધરાજ સોલંકી પણ નિત્યક્રમે મહાકાળી માતાજીની પૂજા-અર્ચના કરતાં હતાં. અમદાવાદની જેમ ભદ્રકાળી માતાનું મહાત્મ્ય રહેલું છે.

તેમ પાટણમાં પણ મહાકાળી માતાનું એટલું જ મહાત્મ્ય જોવા મળી રહયું છે. પવિત્ર નવરાત્રીના પ્રારંભે પાટણના નગરદેવી મહાકાળી માતાને દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ અનુપમ શણગાર કરવામાં આવ્યો હતો.

આજે પ્રથમ નોરતે માતાજીના ઘટનું સ્થાપન કરી વિશેષ પૂજા અર્ચન કરાયું હતું અને માતાજીને અમૂલ્ય આભુષણોથી માતાજીની ભવ્ય પ્રતિમાને અલંકૃત કરાઈ હતી. જેમાં માતાજીને કલકત્તા, મુંબઈ સહિતના સ્થળેથી ખાસ મંગાવાયેલ ફુલોની ભવ્ય આંગી કરવામાં આવી હતી. સાથે સાથે માતાજીને અમૂલ્ય આભુષણોથી સોળે શણગાર કરાયા હતાં.

તો આ વખતે તો શ્રી માતાજીના ઉપાસક નવીનતમ ઘાટવાળા અદભુત છટાવાળા અને મેઘધનુષી રંગોવાળા ઘરેણા લઈ વિદેશી સીન્ટોટીક અને રેશમી રંગબેરંગી ફુલો વડે દરરોજ અવનવી આંગીથી માતાજીને સજાવાશે.

માતાજીને રોજે રોજે નવી ભાત વાળી સાડી ધારણ કરી શૂભ મુર્હતમાં માતાજીના સાનીધ્યમાં જ ઘટસ્થાપનની અને જવારા વાવવાની વૈદિક વિધી કરાશે. આ પ્રસંગે મંદિરના પુજારીએ નવરાત્રીના પ્રથમ દિવસે કરેલા શણગાર વિશે પી.ટી.એન. ન્યુઝ સમક્ષા વધુ માહીતી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024