પાટણ શહેરમાં નવીન મકાનનું બાંધકામ કરી રહેલા મજૂરો ઉપર બાજુ ના જર્જરીત મકાનનીદીવાલ ધરાશાયી થતા નીચે કામ કરી રહેલત્રણે મજૂરો ટાઈ ગયા હતાં. જેમાં એક મજૂરનુંઘટનાસ્થળે મોત થયું હતું. જયારે બે મજૂરોને શુંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે ખસ
કવામાં આવ્યા હતા.

પાટણ સાલની વાડો ભઠીનો માઢમાં રહેતા વિનોદભાઈ માધાભાઈ પટેલનું નવીન મકાન બની રહ્યું છે. જેમાં સુભાષ ચોક ખાતે રહેતા ચાર બાંધકામના મજૂરો સાંજના સમયે મકાનના પાયામાં જરીનું ખોદકામ કરી રહ્યા હતા તે દરમિયાન બાજુમાં આવેલા પટેલ હીરાબેનના મકાનના ધાબા ઉપર આવેલી પતરાની ઓરડીનો દિવાલ સહિતનો કાટમાળ અચાનક ૫ડતા નીચે કામ કરી રહેલા ૩ મજૂરો કાટમાળમાં ટાઈ ગયા હતા. જયારે એક મજૂર બાથરુમ કરવા જતાં તેનો આબાદ બચાવ થયો હતો.

કાટમાળ પડવાના ધડાકાથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને હતા અને કાટમાળ ખસેડી
મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા જેમાં ૩૦ વર્ષના મુકેશભાઈ મકવાણા નામના મજૂરનું કાટમાળ માથે પડવાથી માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત થવા પામ્યું હતું.

તો અન્ય બે મજૂરોને ઇજા થતાં તાત્કાલિક પાટણ સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે ધારપુર હોરિપટલમાં રિફર કરવામાં આવ્યા હતા.ઘટનાના પગલે શહેર એ ડીવીઝન પોલીસને જાણ થતા પીઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા મકાન માલિક સહિત આસપાસના લોકોના ઘટના મામલે નિવેદનો લઈ તપાસ શરૂ કરી હતી.

મોતના પગલે કોઈ ઘટના ન બને તે માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.નવીન બની રહેલા મકાનની બાજુમાં આવેલા મકાનમાં ફક્ત એક વૃદ્ધમાજી રહે છે. મકાનમાં લાંબા સમયથી ઉપરના ભાગ બંધ હાલતમાં જ હતો. નીચે ફક્ત માજી રહેતા હતા. ત્યારે ઉપરનો કાટમાળ નીચે ના પડતા નીચે સુઈ રહેલા વૃદ્ધ માજીનો જીવ બચી પામ્યો હતો. તો ઘટનાને પગલ આસપાસના લોકો દોડી આવતાં લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. તો બનાવના સંદર્ભમાં બચી ગયેલા અલ્પેશ સાધુએ બનાવ સંદર્ભે પોતાની પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી હતી. તો મકાન માલિકે પણ
ઘટના સંદર્ભે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

https://youtu.be/lgqJhOGq5_A

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024