પાટણ : PATAN

પાટણ નગરપાલિકા દવારા દર વર્ષોથી દિવાળીના સમય પૂર્વે ફટાકડાના લાયસન્સ ધારકોને આનંદ સરોવર પાસે હંગામી જગ્યાની ફાળવણી માટે હરાજી કરવામાં આવતી હોય છે.

પરંતુ ચાલુ સાલે વૈશ્વીક કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગત રોજ સવારે ફટાકડાની હરાજી મૌકુફ રાખવામાં આવી હતી.

પાલિકા પ્રમુખે નગરપાલિકાની આવક કરતા શહેરીજનોના આરોગ્યની ચીંતા વ્યકત કરી હતી. પરંતુ ત્યાર બાદ માત્ર પાંચ કલાકનાજ ગાળામાં તેમનું આ કથન ખોટું સાબીત થયું હતું. અને રાજકીય વગના ઈશારે પાલિકા પ્રમુખને હરાજી કરવાની ફરજ પડી હતી.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

ત્યાર બાદ પાલિકા પ્રમુખનું નિવેદન બદલાતાં તેઓએ કોરોના મહામારીમાં ગરીબ ફટાકડા ના વેપારીઓ માલ ની ખરીદી કરી હોવાથી તેઓનો માલ બગડતો હોવાથી તેઓની ભલામણને આધીન હરાજી કરી હોવાનું જણાવ્યું હતું.

આમ પાટણ નગરપાલિકા ખાતે કરવામાં આવેલી હરાજીમાં ૧૮૧૦૦ દુકાનની અપસેટ વેલ્યું કાઢવામાં આવી હતી. પરંતુ હંગામી ફટાકડાના સ્ટોલ મેળવનાર ઉપસ્થિત ૧૧ વેપારીઓએ સર્વ સંમતી સાથે એક ફટાકડાના હંગામી સ્ટોલની કિંમત ૧૯પ૦૦ નકકી કરી કુલ ૧૧ ફટાકડાના સ્ટોલોની કુલ ર લાખ ૧૪ હજાર પાંચસો જમા કરાવતા પાલિકાને આ સ્ટોલની આવક થવા પામી હતી.

આ અંગે બાંધકામ સમિતિના ચેરમેન અને સકિ્રય કોર્પોરેટર ડો.નરેશ દવેએ જો ફટાકડાના સ્ટોલની હંગામી હરાજીમાં નિતિ નિમયો નેવે મુકયા હોય તો દિવાળીની સીઝનમાં નાના વેપારીઓને પણ હેરાન ના કરવા પાલિકા તંત્રને અપીલ કરી કંઈક આ રીતે હરાજીને લઈ પોતાના તટસ્થ પ્રતિભાવો વ્યકત કર્યા હતા.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો