Patan

Patan

પાટણ (Patan) માં રહેતા કરસનભાઇ હીરાભાઇ ચૌધરી (ઉ.વ. 38) બુધવારે સવારે સુમારે ફેકટરી ઉપરથી પાટણ ઇન્ડીયન ઓવરસીસ નામની બેન્કમાં પૈસા ભરવા નિકળ્યા હતા. તેમની પાસેના કુલ રૂ. 62400 એક બેગમાં ભરી બેન્કમાં ભરવા જવા લીલીવાડીથી એક રિક્ષા ઉભી રખાવી હતી. જે રિક્ષામાં અગાઉથી ડ્રાઇવર સાથે ચાર માણસો બેઠેલા હતા.

જેમાં શખ્સોએ કરસનભાઈને વચ્ચેના ભાગે બેસાડ્યા હતા. અને બાજુમાં બેઠેલા શખ્સે કહેલ કે મારો પગ નીચે લબડે છે તેમ કહી થેલાને રિક્ષામાં સાઇડમાં રખાવી દીધો હતો. ત્યારબાદ રિક્ષા પુલ ચડી પુલના બીજા છેડે આવતાં રિક્ષા ડ્રાઇવર રિક્ષાને પંચર પડ્યું કહિ પુલના છેડે રિક્ષા ઉભી રખાવી હતી. જ્યાં કરસનભાઈએ રિક્ષા ભાડાના પૈસા આપતા ચાલકે રૂપિયા લેવાની ના પાડી હતી.

આ પણ જુઓ : ‘ઓપરેશન અર્નબ’ માટે બનાવી હતી સભ્યોની ટીમ

ત્યારબાદ કરસનભાઈ બેગ લઈ નાણાં ભરવા માટે બેંકમાં ગયા હતા અને ત્યાં જઈ તપાસ કરતાં રૂ. 62400ની ચોરી થઈ હોવાનું ખબર પડી હતી. જેથી તેમને પાટણ બી ડીવીઝન પોલીસ મથકે ચાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પીએસઆઈ એ.એન. ડામોરે સીસીટીવી કેમેરાના ફુટેજ આધારે ચોર ઈસમોને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024