પાટણ : રીઝીયોનેલ કમિશ્નરે પાટણની લીધી મુલાકાત

- Advertisement -

This browser does not support the video element.

ગુજરાત રાજ્ય નગરપાલિકા રિજિયોનલ કમિશનર ડી કે પારેખે બુધવારના રોજ પાટણ નગરપાલિકા ની મુલાકાત લઈ પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, પાલિકાના અધિકારીઓ, વિપક્ષના નેતા સહિત પાલિકાના કોપોરેટરો સાથે બેઠક યોજી હતી. નગરપાલિકા દ્વારા કરવામાં આવતી

શહેરની સુખાકારીની કામગીરી બાબતે સમિક્ષા કરી શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ ત્વરિત ઉપલબ્ધ બનાવવા સુચનાઓ આપી હતી.પાલિકાની મુલાકાતે આવેલા રિઝીયોનલ કમિશનર સમક્ષ વિપક્ષના નેતા મનિષાબેન ઠક્કર તેમજ વિપક્ષના કોપોરેટર ભરત ભાટીયા સહિત નાઓએ ભાજપ શાસિત પાટણ નગરપાલિકા દ્વારા શહેરીજનો ને મળવા પાત્ર પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ ન બનતી હોવાના

આક્ષેપ સાથે શહેરમાં ઉદભવતી ભૂગર્ભ ગટરની સમસ્યા, શહેરમાં સફાઈ કામગીરી નો અભાવ,ઉબડ ખાબડ રોડ રસ્તાઓ, ભારત સરકાર તેમજ ગુજરાત રાજ્ય સરકાર ની પ્રધાનમંત્રી આવાસ યોજના તથા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના તેમજ વિવિધ યોજનાઓ નાં લાભાર્થીઓને સમય મયાદા માં લાભ ન મળતો હોવાની બાબત સહિતના મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી

તો ભાજપ સરકાર દ્વારા મોટા ભાગની યોજનાઓ ફકત કાગળ પરની જ યોજનાઓ બની રહેતી હોવાના સણસણતા આક્ષેપો વિપક્ષના સભ્યો દ્વારા રિઝીયોનલ કમિશ્નર સમક્ષ કરતાં તેઓએ આ બાબતે ચીફ ઓફિસરને સુચિત કરી શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા તેમજ સરકાર ની યોજનાઓ નો લાભ સમયસર લાભાર્થીઓને મળે તે બાબતે સુચના આપવામાં આવી હતી.

નગરપાલિકાના રિજિયોનલ કમિશ્નરની પાટણ નગરપાલિકાની મુલાકાત દરમિયાન પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, ચીફ ઓફિસર પાચાભાઈ માળી સહિત પાલિકા ની વિવિધ શાખાઓના અધિકારીઓ, કોપોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.