જૈનોના કાશી ગણાતા પાટણ શહેરમાં ભક્તિમય માહોલમાં પર્યુષણ મહાપર્વનો પ્રારંભ થયો છે . શહેરના વિવિધ ઉપાશ્રયોમાં મુની ભગવંતોની નિશ્રામાં વ્યાખ્યાન માળા યોજાઇ હતી , જેનો જૈન સમુદાયના લોકોએ લાભ લીધો હતો. શહેરના અતિ પ્રાચીન પંચાસર દેરાસર ખાતે જૈન શ્રાવકોએ ભગવાન મહાવીરની વિશેષ પૂજા અર્ચના કરી હતી. પર્યુષણ પર્વને લઇને પાટણ શહેરના દેરાસરો અને ઉપાશ્રયોમાં જૈન શ્રાવકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો.

જૈન સમાજમાં અનેક તહેવારો અને ઉત્સવો આવે છે. પણ તેમાં વિશેષ મહત્વ પર્યુષણ પર્વનુ રહેલું છે . પર્યુષણ પર્વમાં સતત આઠ દિવસ સુધી જૈન શ્રાવકો વિવિધ ઉપાશ્રયોમાં જઈને ભગવાન મહાવીર સ્વામીની આરાધના કરે છે અને મુનિ ભગવંતોના વ્યાખ્યાન સાંભળે છે. ત્યારે શુક્રવારથી પર્વધિરાજ પર્યુષણ મહાપર્વનો પ્રારંભ થયો છે. જેને લઇને પાટણ શહેરના વિવિધ ઉપાશ્રયોમાં મોટી સંખ્યામાં જૈન શ્રાવકોએ પ્રતિક્રમણ કયું હતું.

પાટણના ત્રીસ્તુતિક જૈન ઉપાશ્રયમાં ચારિત્ર વિજયજી મહારાજ અને મુનિરાજ રત્ન વિજયજી મહારાજની નિશ્રામાં પર્યુષણ પર્વનો ભક્તિમય માહોલમાં પ્રારંભ થયો હતો.મોટી સંખ્યામાં જૈન શ્રાવકોએ મુનિ ભગવંતો નું વ્યાખ્યાન સાંભળ્યું હતું. તો શહેરના પંચાસર દેરાસર ખાતે જૈનોએ ભગવાન મહાવીરની વિશેષ પૂજા અર્ચના કરી હતી.

આ ઉપરાંત શહેરના નગીનભાઈ પોષધશાળામા અને સાગરના ઉપાશ્રયમા પણ મુની ભગવંતોની નિશ્રામાં વ્યાખ્યાનમાળાઓ યોજાઇ હતી.જેમાં મોટી સંખ્યામાં જૈન શ્રાવકોએ વ્યાખ્યાનમાળા નો લાભ લીધો હતો.પાટણના વિવિધ ઉપાશ્રયો અને દેરાસરોમાં પર્યુષણ પર્વને લઇને સતત આઠ દિવસ સુધી અનેક પ્રકારના ધાર્મિક સામાજિક અને જીવદયાના કાર્યક્રમો યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024