પાટણ : ભૂગર્ભના ગંદા પાણીને લઈ લોકો બન્યા ત્રાહિમામ

- Advertisement -

This browser does not support the video element.

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ ચામુંડા સોસાયટી ખાતે પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ ની નગરપાલિકા સંચાલિત ગટર ઉભરાતા ગંદકીના કારણે લોકો ત્રાહિમામ પોકારી રોગચાળાની ભીતિ સેવી રહયા છે.

તો ગંદકીના કારણે પાસે આવેલી કોલેજ અમર જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જેમાં આઠ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે પણ ગટરના કારણે પરેશાની ભોગવી રહ્યા છે મચ્છર ગંદકી ના કારણે ચામુંડા સોસાયટી ના રહીશો પરેશાન થઈ રહ્યા છે

તો કોલેજ આવતા વિદ્યાર્થીઓને પણ ગંદકી નો સામનો કરવો પડી રહ્યો છે લોકોની માંગ ઉઠવા પામી છે કે તાત્કાલિક ધોરણે ગટર સાફ સફાઈ કરવામાં આવે ગટરની યોગ્ય મરામત કરવામાં આવે તેવી માંગ સાથે મોટો રોગચાળો ફાટી નીકળે તે પહેલા આ ગટરની સફાઈ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

આમ, વારંવાર ઉભરાતી ગટરના કારણે ચામુંડા સોસાયટીના રહીશો અને વિદ્યાર્થીઓ અનેક યાતનાઓ ભોગવી રહ્યા છે.