Patan pipadavari chudel maa na mandir ma chori

Patan : પાટણ શહેરના કાળકા મંદિર રોડ પર નવનિર્માણ કરાયેલા શ્રી પીપળાવાળી ચુડેલ માતાના જયોત મંદિર ને કોઈ તસ્કરોએ નિશાન બનાવી માતાજીને ચડાવેલ ચાંદીનું છત્તર તેમજ દાન પેટીમાં આવેલી રકમ ની ઉઠાંતરી કરી ગયો હોવાની ઘટના બનતાં મંદિર પરિસર ના સેવકો દ્વારા આ ચોરી મામલે અજાણ્યા તસ્કર વિરુદ્ધ પાટણ એ ડિવિઝન પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.

શ્રી પીપળા વાળી ચુડેલ માતા મંદિર પરિસરની ચોરી મામલે માહિતી આપતા માતાજીના સેવકે જણાવ્યું હતું કે બે દિવસ પૂર્વે આ પીપળા વાળી ચુડેલ માતાના જ્યોત નો ભક્તિ સભર માહોલમાં પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો ત્યારે માતાજીના સેવક પરિવાર દ્વારા માતાજી ને ચાંદી નું છત્તર ચડાવવામાં આવ્યો હતો તો ઉત્સવ દરમિયાન દાન પેટીમાં પણ માતાજીના ભક્તો દ્વારા યથાશક્તિ દાન અર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે કોઈ અજાણ્યા ઇસમો દ્વારા રાત્રિના સુમારે માતાજીને અર્પણ કરાયેલા છત્તરની તેમજ દાન પેટીમાં આવેલા રોકડ રકમની ચોરી કરી ફરાર થયો હોય જે બાબતની વહેલી સવારે મંદિરે પૂજા માટે આવેલા ભક્તોને જાણ થતાં તેઓએ આ બાબતે મંદિરના અન્ય ભક્તોને જાણ કરતા તેઓએ મંદિર પરિસર ખાતે આવી અજાણ્યા ચોર ઇસમો સામે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવી હોય જે ફરિયાદ આધારે પોલીસ તપાસ ચલાવી રહી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

કાળકા મંદિર રોડ પર નવનિર્મિત એવા પીપળા વાળી ચુડેલ માતાના મંદિર પરિસરમાં પ્રતિષ્ઠા ના ટૂંક સમય બાદ થયેલી ચોરીના બનાવને લઈ ભક્તજનોની આસ્થાને ઠેસ પહોંચી હોય પોલીસ તંત્ર દ્વારા આ ચોરીનો ભેદ ઉકેલી આ વિસ્તારમાં રાત્રી પેટ્રોલિંગ સધન બનાવાય તેવી માંગ ચુડેલ માતાના ભક્તોમાં ઊઠવા પામી છે.

હેલ્થ ઈન્સ્યોરન્સને લઇ સૌથું મોટા સમાચાર । Health Insurance

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024