શ્રાવણ મહિનામાં ભગવાન ભોળાનાથના સોમવારનું વિશેષ મહત્વ રહેલુ છે ત્યારે ગતરોજ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે પાટણ પંથકમાં શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા.
ત્યારે શ્રાવણ માસના પ્રથમ સોમવારે શહેરના બગેશ્વર મહાદેવ ખાતે સંધ્યા સમયે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાઆરતીમાં કોપોરેટર અને સામાજીક કાર્યકર મનોજ પટેલની ખાસ ઉપસ્થિતિવચ્ચે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્યારે મનોજ પટેલ સહિત અન્ય ઉપસ્થિતિ મહાનુભાવોના હસ્તે શ્રાવણ માસના પ્રથમ સોમવારે દેવાધિદેવ મહાદેવની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.