પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશનની હદમાં અલગ-અલગ જગ્યાએથી પાંચ બાઈકની ચોરી થઇ હતી. રાધનપુર ખાતેથી મોટરસાયકલ ચોરીને વાગડોદ તરફ જતા આરોપીઓને વાગડોદ પોલીસે ઝડપી પાડ્યા હતા. તો વાગડોદ પોલીસ દ્વારા ઝડપેલા આરોપીઓને રાધનપુર પોલીસને સોંપવામાં આવ્યા.
સૂત્રોના જણાવ્યા અનુસાર રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ૪૧-વન-ડી પ્રમાણે ગુનો નોંધી, રિમાન્ડ મેળવીને તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.
આરોપી
૧ – ઠાકોર કિશાનજી ભાભર
૨ – ઠાકોર અનુપજી ભરતજી ભાભર
૩ – ઠાકોર મહેસજી જોયાતાજી ભાભર