Patan

પાટણમાં જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં દોઢ વર્ષથી આઇસીયુ અને હોસ્પિટલ ચલાવતા ડૉ. યોગેશ પટેલની એમ.બી.બી.એસ.ની ડિગ્રી અને તેમના નામની વિસંગતતા સામે આવતા આરોગ્ય વિભાગે હોસ્પિટલમાં તપાસ કરતા તે હોસ્પિટલ બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. આરોગ્ય વિભાગે જેની તપાસ કરતા યોગેશ પટેલ બીજાના એમબીબીએસ ડિગ્રીના રજિસ્ટ્રેશન નંબરનો ખોટો ઉપયોગ કરી એમ.ડી અને એમ.બી. બી.એસ ડૉકટર તરીકે દોઢ વર્ષથી શહેરમાં પ્રેક્ટિસ કરતો હોવાનું ખુલ્યું હતું. જેની સામે પાટણ તાલુકા હેલ્થ ઓફિસરે ફરિયાદ નોંધાવી હતી.

પાટણમાં પ્રસિદ્ધ હોસ્પિટલના ડૉકટર યોગેશ પટેલ બીજાના એમ.બી.બી.એસ ડિગ્રીના રજિસ્ટ્રેશન નંબરનો ખોટો ઉપયોગ કરી એમ.ડી અને એમ.બી. બી.એસ ડૉકટર તરીકે દોઢ વર્ષથી શહેરમાં પ્રેક્ટિસ કરતા હોવાનો ગુજરાત મેડીકલ કાઉન્સિલે આરોગ્ય વિભાગને આપેલા જવાબમાં ભાંડો ફૂટ્યો હતો. વધુમાં એમબીબીએસ ડૉકટર તરીકે તેમને રજૂ કરેલું સર્ટી પણ ખોટું નીકળ્યું હતું.

બીજાની ડિગ્રીએ ડોક્ટર બનીને દોઢ વર્ષથી હોસ્પિટલ ચલાવતા યોગેશ પટેલ સામે ફરિયાદ નોંધાતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને હોસ્પિટલની સ્થળ તપાસ સહિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024