Patan : પાટણ શહેર અને સમગ્ર જિલ્લામાં છેલ્લા બે મહિનાની અંદર વિવિધ પોલીસ મથકો પર નોંધાયેલા મોબાઈલ ચોરીના બનાવોને ઉકેલવા જિલ્લા પોલીસવડા ની સૂચના અનુસાર પાટણ એલસીબી પોલીસ (Patan LCB Police) અને સાયબર ક્રાઇમ સેલ (Cyber Crime) ની ટીમે ચક્રો ગતિમાન બનાવતા પોલીસને સફળતા પ્રાપ્ત થઇ હતી. પોલીસ ટીમ દ્વારા પાંચ મોબાઇલ ચોરીના ગુના ડિટેઇન કરી અંદાજિત 33 જેટલા મોબાઈલ જપ્ત કરી અરજદારોને પરત કરવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી હકીકત મુજબ પાટણ શહેર (Patan City) અને જીલ્લામાં ચોરી અને ગુમ થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા તથા દાખલ થયેલ અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવા પાટણ જિલ્લા પોલીસવડા ની સુચના અંતર્ગત પાટણ એલસીબી પીઆઇ આર.કે.અમીન ના સીધા માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ સેલની ટીમ સતત કાર્યશીલ રહી ટેકનીકલ એનાલીસીસ કરી પાંચ જેટલા ગુના ડિટેઇન કરી અરજદારોના મોબાઇલ નંગ-33 જેની આશરે કુલ કિ.રૂ.6,10,000/- ની રકમના શોધી કાઢી સફળતા હાંસલ કરી હતી.
આ સમગ્ર કામગીરીને જિલ્લા પોલીસ વડા એ સરાહનીય લેખાવી ચોરી અને ગુમ થયેલ મોબાઇલને અરજદારોને જિલ્લા પોલીસ વડા ની કચેરી ખાતે બોલાવી પરત આપતા અરજદારોએ પોલીસની કામગીરી ને સરાહનીય લેખાવી હતી.
પકડાયેલ આરોપીઓના નામ
પાટણ સીટી એ ડિવિઝન, બી ડિવિઝન, રાધનપુર તથા સિધ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે મોબાઇલ ચોરીના કુલ-5 ગુન્હા દાખલ થયેલ હતા. પોલીસ દ્વારા કાર્યવાહી કરી કુલ-5 આરોપીઓ સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા અને આગળની કાયદેસરની કાર્યવાહી પાટણ પોલીસ દ્વારા કરવામા આવેલ છે, જે તમામ મોબાઇલ ફોન પોલીસ અધિક્ષક વિજય પટેલની આગેવાનીમાં કેમ્પ યોજી તમામ અરજદારોને પરત સોંપવામાં આવેલ હતા. મોબાઇલ ચોરી મા પકડાયેલ આરોપીઓમાં રઝાકખાન અમીરખાન મલેક, રહે જીવરાણી વાસ,વારાહી ,દશરથભાઇ જેઠાભાઇ પરમાર રહે. આંબેડકર નગર સોસાયટી,લાલપુર, નાગેન્દ્રકુમાર ઉત્તમલાલ પ્રજાપતિ રહે. અશોકવાડી, વેરાઇચકલા પાટણ, આશીષ મંગાજી ઠાકોર રહે. વ્રજધામ-ર સોસાયટી.પાટણ અને ચેનજીજી પોપટજી ઠાકોર રહે.લાખડપ, તા.સરસ્વતી હોવા નું પોલીસે જણાવ્યું હતું.
Types of Insurance
1. General Insurance
The major kind of General Insurance Policies in India are:
- Health Insurance
- Motor Insurance
- Travel Insurance
- Property Insurance
- Commercial Insurance
- Asset Insurance
- Pet Insurance
- Bite-Sized Insurance
2. Life Insurance
The major kind of Life Insurance Policies in India are:
- Term Insurance
- Whole Life Insurance
- Endowment Policy
- Money Back Policy
- Pension Plan
- Unit Linked Insurance Plans
- Child Plans