પાટણ શહેરની નૂતન કો.ઓપ.સોસાયટીના રહીશોએ ભુગર્ભ ગટરમાંથી છાશના ટેન્કરો ધોવાયેલા પાણી તેમજ ગટરના ગંદા પાણી દ્વારા અતિશય દુર્ગંધ મારતુ પાણી આવતા પાલિકાના પ્રમુખને રજૂઆત કરી હતી.
પાટણ શહેરના સિધ્ધપુર હાઇવે રોડ પર આવેલી નૂતન કો.ઓ.સોસાયટીના કોમન પ્લોટમાં છેલ્લા બે માસથી ભુર્ગભ ગટરના ઢાંકણાંમાંથી છાશ જેવો પદાર્થ બહાર નીકળતા નૂતન સોસાયટી અને આજુ બાજુમાં આવેલ 300 જેટલા ઘરોમાં દુર્ગંધ ફેલાઈ રહી છે, જેને લઈ અવાર નવાર સ્થાનીક પદાધિકારી અને નગર પાલીકાના વહીવટદાને પણ રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં કોઇ યોગ્ય પગલા લેવાયા નથી. કોરોના જેવી મહામારીના સમયમાં લોકોના આરોગ્ય સાથે વધારે પડતી હાની ન થાય તે માટે સત્વરે ભુગર્ભ ગટરમાંથી છાશના ટેન્કરો ધોવાયેલ પાણી તેમજ ગટરના ગંદા પાણી દ્વારા અતિશય દુર્ગંધ મારતુ પાણી બંધ કરવા માટે પાલિકાના પ્રમુખ સ્મિતા બેનને સોસાયટીના રહીશોએ લેખીત રજૂઆત કરી હતી. જો આનો નિકાલ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે તેમ જણાવ્યું હતું.
આ બાબતે પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલે જણાવ્યું હતું કે, આ કામ માટે જીયુડીસીને 2027 સુધી નિભાવની કરવાની છે પણ તેમની એજન્સી કામ કરતી નથી એના કારણે આ ગટરનું ગંદુ પાણી બહાર આવે છે. સત્વરે આ સમસ્યાનો નિકાલ કરાવીશું.