ગુજરાત વિધાનસભાની ર૦રર ની ચૂંટણી નજીક આવતાની સાથે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયારીઆે શરૂ કરી દેવાઈ છે. પાટણ જિલ્લામાં ર૦રર વિધાનસભાની ચૂંટણીના પડઘમ શરૂ થઈ ગયા છે
જેના ભાગ રૂપે ગુરુવારે ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ના માર્ગદર્શન હેઠળ પ્રદેશના સહપ્રવક્તા કિશોરભાઈ મકવાણાની ઉપિસ્થતમાં જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના મીડિયા કન્વીનરોનો મીડિયા વર્કશોપ યોજાયો હતો.
પ્રદેશના સહપ્રવક્તા કિશોરભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે સરકારની પ્રજા લક્ષી વિવિધ યોજનાઆે તેમજ સંગઠનની પ્રજા લક્ષી મહત્વની ભૂમિકાને અંતરિયાળ વિસ્તારોની પ્રજા સુધી પહોંચાડવામાં મીડિયાનો મહત્વનો ફાળો રહેલો છે.
મીડિયા વર્કશોપમાં સહપ્રવકતા કિશોરભાઈમકવાણા , ઉત્તર ઝોન કનવિનર રેખાબેન ચૌધરી , સહ કનવિનર રાજુભાઈ ભટ્ટ , જિલ્લા પ્રમુખશ્રી દશરથજી ઠાકોર , પૂર્વ પ્રદેશ મહામંત્રી શ્રી કે સી પટેલ , સંગઠન ના મહામંત્રી , જિલ્લાના મીડિયા કન્વીનર અને સહ કન્વીનર હાજર રહ્યા હતા.