પાટણ : શૈક્ષિક મહાસંઘ દ્વારા કરાશે સોશીયલ મીડિયાથી વિરોધ પ્રદર્શિત

- Advertisement -

This browser does not support the video element.

બિન સરકારી અનુદાનિત તથા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના પડતર પ્રશ્નો ન ઉકેલાતા તા.૧ ઓગસ્ટ ર૦ર૧થી સાત દિવસ માટે વિવિધ સોશીયલ મીડિયામાં વ્યાપક આંદોલન ચલાવવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજય કારોબારીમાં નિર્ણય કરાયો હતો.

બિન સરકારી અનુદાનિત અને સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના પ્રશ્નો શિક્ષણ સહાયકોની પાંચ વર્ષની નોકરી, સાતમા પગાર પંચના બાકી હપ્તા, ફાજલના કાયમી રક્ષણનો સુધારા ઠરાવ (પુન: નિયુકિત સહિત), હાઈકોર્ટના ચુકાદા બાદ પણ જૂના શિક્ષકની લંબાયેલ ભરતી પ્રકિ્રયા, આચાર્યની નિમણુંક વખતે તા.પ-૧-૬પના ઠરાવ મુજબ તમામનો એક ઈજાફાનો લાભ, જૂની પેન્શન યોજનાનો અમલ,નીતિ વિષયક નિર્ણયોમાં શિક્ષણ સહાયકોની બદલી, સહાયકોને ફિકસ પગારના વધારાનો તફાવત, સુરક્ષાચક્ર તથા અન્ય પ્રશ્નોનો લાંબા સમયથી ઉકેલ ન આવતાં શિક્ષકોમાં નિરાશા તથા વ્યાપક ઉગ્ર વિરોધ થઈ રહયો છે.

તમામ જિલ્લાઓમાંથી સંગઠનને પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે રજૂઆતો કરવામાં આવી હતી જે અનુસંધાને પડતર પ્રશ્નોના સત્વરે ઉકેલ માટે આ અગાઉ શિક્ષણમંત્રીને તા.૧-૮-ર૦ર૧ સુધીમાં યોગ્ય ઉકેલ લાવવા વિનંતી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી. આમ છતાં આ દિશામાં કોઈ નકકર કાર્યવાહી ન થતાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના બિનસરકારી અનુદાનિત તથા સરકારી સંવર્ગના તમામ ઘટક સંઘ તથા રાજય કારોબારી દ્વારા સર્વેનુમતે તા.૧ ઓગસ્ટ ર૦ર૧ થી ૭ ઓગસ્ટ- ર૦ર૧ સુધી વિવિધ સોશીયલ મીડિયામાં ઉગ્ર વિરોધ સાથે પડતર પ્રશ્નોના ઉકેલ માટે જલદ આંદોલન કરવાનું નકકી કરવામાં આવ્યું છે.

આંદોલના ઉપરોકત સમયગાળામાં પડતર પ્રશ્નો સંલગ્ન તમામ શિક્ષકો પોતાની સાથેનો ફોટો તથા સેલ્ફી પોતાની શાળાના બેનર, શાળાના બ્લેબ કોર્ડ પર માંગણીઓ સંદર્ભે સૂત્રો લખી વિવિધ સોશીયલ મીડિયા જેવા કે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટવીટર તથા અન્ય પર અપલોડ કરવા તથા શેર કરવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત (સરકારી તથા બિન સરકારી અનુદાનિત)ની રાજય કારોબારી દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.

સોશીયલ મીડિયા દ્વારા ચલાવવામાં આવતા આ આંદોલનમાં અપલોડ કરેલ ફોટા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના માધ્યમિક સંવગર્ોના તમામ ગૃ્રપ તથા સંવર્ગેના અધ્યક્ષના વોટસએપ નંબર પર અચૂકથી મોકલવાના આહવાન કરવામાં આવ્યું છે.