પાટણના હાઈવે સ્થિત તિરુપતિ બંગ્લોઝ પાસેના એ-પ નંબરના મકાનમાં ૬૬ કે.વી. નીચે પતરાવાળી દુકાન બનાવી રહેણાંક મકાનમાં કોમર્શિયલ બાંધકામ કરી દેતાં તિરુપતિ બંગ્લોઝના રહીશો દ્વારા આ અનઅધિકૃત દબાણને તોડી પાડવા લેખિત અરજી આપવામાં આવી હતી.
અરજીના અનુસંધાને ચીફ ઓફિસરના હૂકમથી પોલીસ બંદોબસ્ત સાથે આ કોમર્શિયલ બાંધકામને દૂર કરવામાં આવ્યું હતું. ત્યારે દબાણકર્તાએ આ દુકાન તોડવામાં કારોબારી ચેરમેન અરવિંદભાઈ પટેલનો હાથ હોવાના આક્ષેપો કરી ત્રાહિત વ્યકિત પાસે રુ.પાંચ લાખની માંગણી કરી હોવાના આક્ષોપો કર્યા હતા.
ત્યારે તિરુપતિ બંગ્લોઝના આગેવાનો દ્વારા આજરોજ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી નગરપાલિકાની સરાહનીય કામગીરીને બિરદાવી અરવિંદભાઈ પટેલનો આ દબાણ તોડવામાં કોઈ જ રોલ ન હોવાનું જણાવી તેઓને ખોટી રીતે બદનામ કરવામાં આવતા હોવાનું પણ જણાવ્યું હતું. અને વધુમાં તેઓએ દબાણકર્તા નો સંપૂર્ણપણે દબાણ દૂર થાય તે દિશામાં પાલિકા દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવે તેવી પત્રકારો સમક્ષા પાલિકાને માંગ કરી હતી.
