બોર્ડર રેન્જ ભુજ અને બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ની દારૂ જુગાર ની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા માટે સૂચના આપેલ હોઈ બનાસકાંઠા જિલ્લા એલસીબી ની ટીમ વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતી.

જે દરમિયાન બનાસકાંઠા જિલ્લા એલ સી બી ની ટીમે ખાનગી બાતમી ના આધારે એક ઈસમ ને જડપી પાડ્યો હતો. સ્કોર્પિયો ગાડી નંબર જીજે-૦૮ બીએફ- ૯૮૩રમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આવે છે જે બાતમી હકીકત આધારે કોતરવાડા કેનાલ પાસે વોચમાં હતા દરમ્યાન હકિકત વાળી ગાડી આવતા ઊભી રાખવાનો પ્રયત્ન કરતાં કોતરવાડા થી પીછો કરતા ગાડી પાછી વળી થરાદ તરફ જતા બિયોક ગામના પાટીયા પાસે રોડ ની સાઈડમાં ગાડી ઊભી રાખી બાવળની ઝાડીઓમાંથી આરોપીઓ પલાયન થઈ જવા પામ્યા હતા.

તો ગાડીની તલાસી લેતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયર બોટલ નંગ-ર૯૩૭/- કિ.રૂ.૩,૦૦,૪ર૦/-તથા /- સ્કોર્પિયો ગાડી કી.રૂ ૧ર,૦૦,૦૦૦/- સાથે એમ કુલ કિ.રૂ.૧પ,૦૦,૪ર૦/- નો મુદ્દામાલ સાથે મળી આવતાં ગાડી ચાલક તેમજ અન્ય ઈસમ વિરુદ્ઘમાં પ્રોહીબીશન એક્ટ મુજબ વાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી હતી.

Banaskantha News in Gujarati, બનાસકાંઠા સમાચાર, Latest Banaskantha Gujarati News, બનાસકાંઠા ન્યૂઝ, બનાસકાંઠા જીલ્લાના આજના સમાચાર, Banaskantha live news today, Banaskantha latest news, Banaskantha breaking news, Banaskantha news today, News on Banaskantha