Patan Shankheshwar : પાટણ જિલ્લાના શંખેશ્વર ના ખારસોલ તળાવમાં શુક્રવારે દેવીપુજક સમાજના બે બાળકો ન્હાવા પડતાં મોતને ભેટયા હોવાની ઘટના સજૉતા સનસનાટી મચી જવા પામી હતી.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના શંખેશ્વર ના ખારસોલ તળાવની બાજુમાં આવેલ ખેતરમાં રહેતા દેવીપુજક પરિવારના બાળકો આનંદ સુરેશભાઈ અને તેના કાકા નો દિકરો શ્રીરાજ ધીરૂભાઈ અને અન્ય એક બાળક ધરે કોઈને કહ્યા વગર ત્રણેય જણા ભેગા મળીને ખારસોલ તળાવ મા ન્હાવા માટે ગયા હતા. તે દરમ્યાન આનંદ અને શ્રીરાજ તળાવ માં ન્હાવા પડ્યા હતાં અને સાથેનું નાનું બાળક તળાવ ની પાળે બેઠું હતું તે દરમ્યાન અચાનક આનંદ અને શ્રીરાજ તળાવ ના ઉડા પાણી મા ગરક થતાં તળાવ ની પાળે બેઠેલા નાના બાળકે બુમા બુમ કરતાં આજુબાજુ માથી લોકો તળાવ પર દોડી આવ્યા હતા.
તળાવ માં ગરક થયેલા આનંદ અને શ્રીરાજ ને મહામુસીબતે બહાર કાઢી તાત્કાલિક શંખેશ્વર સામુહીક આરોગ્ય કેન્દ્રમાં બંન્ને બાળકો ને લવાયા હતાં. આરોગ્ય કેન્દ્રમાં બંન્ને બાળકો ને જ્યાં હાજર તબીબે બન્ને બાળકો ને મૃત જાહેર કરતા પરિવાર જનોના આક્રંદ થી ગમગીની છવાઈ જવા પામી હતી.
મૃતક આનંદ સુરેશભાઈ અને તેના કાકા નો દિકરો શ્રીરાજ ધીરૂભાઈ દેવીપુજક મા એક ની ઉમર 13 વર્ષ અને બીજા ની ઉમર 17 વર્ષ ની હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ પોલીસ ને થતાં તેઓએ ધટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.