Patan SOG
હમીદપુરાથી રણુંજ રોડ પર પસાર થતા મહેસાણાના એક ડફેરને પાટણ એસઓજી (Patan SOG)ની ટીમે દેશી બંદુક સાથે ઝડપી પાડ્યો હતો. બાલીસણા પોલીસે આ શખ્સ સામે આર્મ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પાટણ તાલુકાના હમીદપુરથી રણુંજ ગામની સિમમાં બાવળોની ઝાડીમાં દેશી બંદુંક સાથે એક યુવાન ફરતો હોવાની બાતમી મળી હતી. આ બાતમીને આધારે પાટણ એસઓજીની ટીમે તપાસ હાથ ધરી હતી.
આ પણ જુઓ : સબ ઈન્સ્પેક્ટર નંબર વગરની કારમાં બેસીને મહિલાઓની છેડતી કરતો હતો
પાટણ એસઓજીની ટીમે રેડ દરમિયાન મહેસાણાનો મીસરી અમીન મુબારકભાઇ સિન્ધી (ડફેર) ગેરકાયદેસર પાસ પરવાનાની દેશી હાથ બનાવટ બંદૂક નંગ – 1 તેમજ રૂ.2500ના મુદ્દામાલ સાથે ઝડપાયો હતો.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

