પાટણ: ધોરણ 10 અને 12માં A-ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને સન્માન પત્ર અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા
માનવતા અધિકાર સહાયતા સંઘ પાટણ જિલ્લાના પ્રમુખ રજનીભાઇ મહેતા, મહિલા પ્રમુખ માનસીબેન ત્રિવેદીની આગેવાની માં ધોરણ 10 અને 12 માં વર્ષ 2022 માં A-ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને સન્માન પત્ર અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ માં મુખ્યમહેમાન ગુજરાત પ્રદેશ શૈક્ષણિક મહાસંધ ના અધ્યક્ષ ભીખાભાઇ પટેલ, ઉપાધ્યક્ષ બાબુભાઇ પટેલ તથા માનવતા અધિકાર સહાયતા સંઘના પ્રદેશ અધ્યક્ષ રમેશભાઈ ઠક્કર હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ભીખાભાઇ પટેલ દ્વારા બાળકો એ શિક્ષણ સાથે સામાજિક મૂલ્ય યુકત શિક્ષણ પર ભાર મુકવા તથા વધુ માં વધુ પુસ્તકાલય નો ઉપયોગ કરી વાંચન વધારી મૂલ્ય વર્ધક શિક્ષણ પર ભાર આપયો હતો. જે શિક્ષણ થી દીકરા નું ઘર જેવા વૃદ્ધાશ્રમ ખોલવા પડે તેવા શિક્ષણ કરતા સમાજ ઉપયોગી શિક્ષણ પર ભાર મુકવા અનુરોધ કર્યો હતો.
પ્રદેશ અધ્યક્ષ રમેશભાઈ ઠક્કર દ્વારા અભિનય ગીત રજુ કરી સમાજ માં શિક્ષક તથા શિક્ષણ અંગે જાગૃતિ લાવી શકાય તેવું દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું.
સંસ્થા દ્વારા ગુજરાત અને ભારત સરકાર ની વિવિધ યોજનાના લાભ લોકો કેવી રીતે મેળવી શકે તે અંગે માહિતી આપવામાં આવી હતી.
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ