ભારત સરકાર દ્વારા લોકોના સુખાકારી માટે આરોગ્યની સેવા સરળતાથી મળી રહે તેવા ઉમદા હેતુથી પ્રધાનમંત્રી આયુષ્યમાન આરોગ્ય કાર્ડ ની યોજના અમલમાં લાવવામાં આવી છે.
જે અંતર્ગત પાંચ લાખ કરતા ઓછી આવક ધરાવતા પરિવારોને આ કાર્ડ મળી રહે છે. પરંતુ કાર્ડ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ માં સક્ષમ અધિકારી તરીકે મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનો આવક નો દાખલો માન્ય રાખવામાં આવે છે.અને ગ્રામ્યકક્ષાએ થી તલાટી દ્વારા આપવામાં આવતો આવક દાખલો માન્ય.
રાખવામાં આવતો નથી જેને લઈને એક તરફ આ કાર્ડ સરકાર દ્વારા નિઃશુલ્ક આપવામાં આવે છે.જ્યારે બીજી તરફ આવકનો દાખલો પાટણ કચેરીમાં કઢાવવા.

આવતા 300 થી 400 રૂપિયા જેટલો ખર્ચ થઈ જાય છે.અને સમયનો પણ વ્યય થાય છે.મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવતો આવકનો દાખલો પણ તલાટીના.
અભિપ્રાય બાદ જ આપવામાં આવે છે. જેથી આ યોજનામાં આવકનો દાખલો તલાટીનો માન્ય રાખવામાં આવેતો સરકાર ની આ યોજનાનો મોટી સંખ્યામાં આર્થિક રીતે ગરિબ પરિવારો લાભ લઇ શકે તેવી સમગ્ર પાટણ પંથકવતી પાટણ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી ગોવિંદભાઈ પ્રજાપતિ દ્વારા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ પાટણ જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરવામાં આવી છે.