પાટણ : શહેરમાં અચાનક રસીકરણ બંધ કરાતાં લોકોને હાલાકી

પાટણ શહેર સહિત સમગ્ર જિૡામાં કોરોનાની બીજી લ્ાહેરમાં અનેક લોકો સંક્રમિત બનીને મોતના મુખમાં ધકેલાયા છે. તો સરકાર દ્વારા પણ ત્રીજી લહેર આવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સમગ્ર ભારતભરમાં તમામ લોકોને વિનામૂલ્યે કોરોના વેિક્સન આપવામાં આવી રહી છે ત્યારે મમતા દિવસને લઇ એક દિવસ રસીકરણ બંધ રહેતા આજે ફરી ગુરુવારે શહેરના બગવાડા દરવાજા ખાતે વહેલી સવારથી જ વેિક્સન લેવા ભીડ જામી હતી, ત્યારે રાજ્યભરમાં સરકાર દ્વારા રસીકરણ બંધ હોવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ પાટણ શહેરમાં રસીકરણ થતા લોકોમાં આશ્ચર્ય ઉભો થયો હતો અને લોકો રસી લેવા માટે ઉમટતા સોશિયલ ડિસ્ટન્સના ધજગરા જોવા મળ્યા હતા. જોકે, ઉપરથી સવારના ૧૦.૪પ કલાકે આદેશ આવતા રસીકરણ બંધ કરવામાં આવ્યું હતું.

પાટણ આરોગ્ય વિભાગ દ્વારા પણ શહેરના ત્ર ણ જાહેર સ્થળ ઉપર વિનામૂલ્ય કોરોના વેિક્સન આપવામાંઆવી રહ્યું છે. જ્યાં ભયના આેથાર હેઠળ ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકો વેિક્સન લેવા માટે વહેલી સવારથી જ લાઈનોમાં જોવા મળી રહ્યા છે. ત્યારે શહેરના બગવાડા દરવાજા ખાતે આરોગ્ય તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલ આેન સ્પોટ વિનામૂલ્યે કોરોના વેિક્સન અભિયાન અંતર્ગત કોરોનાની ગાઈડ લાઈનનું સરેઆમ ઉૡંધન થતું જોવા મળ્યું હતું .

લોકો સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન કરાવવાની જગ્યાએ કોરોના ની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
એક તરફ સરકાર દ્વારા કોરોના સંકમણને અટકાવવા કરોડોના ખર્ચે સમગ્ર ભારતમાં ૧૮ વર્ષથી ઉપરનાં તમામ લોકો ને વિનામૂલ્યે કોરોના વેિક્સન આપવાનો પ્રારંભ કરી કોરોનાની સંભવિત ત્રીજી લહેરને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ત્યારે પાટણ આરોગ્ય વિભાગ દ્વારા જાહેર સ્થળો ઉપર કોરોના વેિક્સન અભિયાન આયોજિત કરી લોકોની ભીડ એકત્ર કરી સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન ન કરાવતા હોવાથી પાટણ શહેર અને જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા હોવાનો ગણગણાટ લોકોમાં સાંભળવા મળી રહ્યો છે. ત્યારે આ બાબતે જિલ્લા પ્રશાસન દ્વારા યોગ્ય વ્યવસ્થા સાથે કોરોના વેિક્સન અભિયાન હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

આ અંગે તાલુકા હેલ્થ ઓફિસર ડો.ગૌરાંગ પરમારનો ટેલીફોનીક સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતું કે પાટણ જિલ્લા માટે ગુરુવારે લોકોને રસી આપવા માટે ૩૦૦૦ થી વધુ ડોઝ આવ્યા હતા. રસીકરણ સવારે થોડીવાર શરૂ કયુઁ હતું, પરંતુ સરકારની સુચના મુજબ રસીકરણ બે દિવસ માટે બંધ કરવામાં આવ્યું હતું અને સરકારના આદેશ મળતાં રસીકરણ બંધ કરવામાં આવ્યું હોવાનું જણાવી શું કારણથી બંધ કરવામાં આવ્યું છે તે અંગે પુછતા તેઓને પણ ખબર ન હોવાનું જણાવી શનિવારે રાબેતા મુજબ રસીકરણ ચાલુ થવાની વાત કરી હતી.

PTN News

Related Posts

ભાવનગર : સિહોરમાં કાંસાના 5 વેપારીઓને ત્યાં સ્ટેટ જીએસટીના દરોડા

ભાવનગરના સિહોરમાં આજે સવારથી જ સ્ટેટ જીએસટીની ટીમો દ્વારા વાસણના પાંચ વેપારીઓને ત્યાં કરી હતી રેઈડ …. અચાનક તપાસથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો  In Sihore of Bhavnagar, the teams of…

રાજકોટમાં બે-બે હત્યાથી ચકચાર, યુવાનોમાં વધતો ક્રાઈમ રેટ ચિંતાનો વિષય

રાજકોટમાં એક દિવસમાં બે હત્યા… કોઠારીયામાં અજાણ્યા યુવાનની હત્યા કરી સળગાવેલી લાશ મળી… તો ગાંધીગ્રામ વિસ્તારમાં રાત્રે 18 વર્ષના યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા… બે-બે હત્યાથી સમગ્ર શહેરમાં ચકચાર… ગુજરાત…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

બિહારમાં થયો વધુ એક બ્રિજ જમીનદોસ્ત

બિહારમાં થયો વધુ એક બ્રિજ જમીનદોસ્ત

સાંસદ બન્યા બાદ ગેનીબેને ઘૂંઘટ તાણી સાસરીમાં પુષ્પવર્ષા કરી આભાર માન્યો

સાંસદ બન્યા બાદ ગેનીબેને ઘૂંઘટ તાણી સાસરીમાં પુષ્પવર્ષા કરી આભાર માન્યો

બાબા અમરનાથની પ્રથમ પૂજા, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો

બાબા અમરનાથની પ્રથમ પૂજા, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો

શું તમારે પણ ભોજનમાંથી વારંવાર વાળ નીકળે છે.. જો હા, તો હોય શકે છે તમારી કુંડળીમાં દોષ…

શું તમારે પણ ભોજનમાંથી વારંવાર વાળ નીકળે છે.. જો હા, તો હોય શકે છે તમારી કુંડળીમાં દોષ…

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર મલાઈકા અરોરાએ ફિટનેસ વીડિયો કર્યો શેર

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર મલાઈકા અરોરાએ ફિટનેસ વીડિયો કર્યો શેર

હવામાન શાસ્ત્રી અંબાલાલની વરસાદને લઈ આગાહી

હવામાન શાસ્ત્રી અંબાલાલની વરસાદને લઈ આગાહી
જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024