Patan Taluka Panchayat Budget પાટણ તાલુકા પંચાયત ખાતે આજરોજ તાલુકા પંચાયત પાટણ નુ બજેટ માટે બેઠક તાલુકા પંચાયત પ્રમુખ પ્રેમીલાબેન વિનોદભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને મળી જે બજેટ હાજર રહેલા તમામ સદસ્યશ્રીઓ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યુ હતું.
તેમજ પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર દ્વારા આગામી તા.૧૭/૦૫/૨૦૨૩ ના રોજ તાલુકા લેન્ડ કમીટી ની બેઠક મળનાર હોઈ તમામ સદસ્યશ્રીઓ ને જરીરૂયાત મંદો પાત્રતા ધરાવતા લોકોને મફતગાળા માટે તાલુકા પંચાયત કચેરી પાટણ ખાતે અરજીઓ આપવા માહિતી આપવામાં આવી હતી.
તાલુકા વિકાસ અધિકારીશ્રી કે કે પ્રજાપતિ સાહેબ દ્વારા ઈ-શ્રમ કાર્ડ ના તાલુકા ના ગામોમાં વધુ મા વધુ લોકો આ યોજનાનો લાભ લે અને પાટણ તાલુકા ના ગામોમાં વેરા વસુલાત કામગીરી મા સાથ સહકાર આપી વધુ વસુલાત થાય એવુ સુચન કર્યુ હતું
આ પ્રસંગે પ્રેમીલાબેન પટેલ પ્રમુખ તાલુકા પંચાયત પાટણ, ઉપ પ્રમુખ રુકશાનાબેન શેખ, સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન નરેશભાઈ પરમાર, કારોબારી ચેરમેન અમિતભાઈ પટેલ, દંડક ધેમરભાઈ દેસાઈ, પક્ષના નેતા રમેશજી ઠાકોર, વિરોધ પક્ષના નેતા સોહનભાઈ પટેલ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી લેખરાજભાઈ પરમાર, હિસાબી અધિકારીશ્રી, વિસ્તરણ અધિકારીશ્રી પંચાયત, આંકડા તથા તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર :- મોહમ્મદ પઠાણ, પાટણ