પાટણ શહેરમાં ગૌમાતાના વાછરડાઓને કુતરાઓ દ્વારા ફાડી નાંખવાના અનેક બનાવો પ્રકાશમાં આવી રહયા છે ત્યારે તાજેતરમાં ગૌમાતાએ જન્મેલ એક વાછરડાને માલિક દ્વારા તરછોડાઈ દેવાતાં કુતરા દ્વારા તેને નોચી ખાવાનો બનાવ જીવનધારા સોસાયટીના ગેટ નં.પ પાસે બન્યો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.
ગાય ને વાછરડી જન્મે તો તેનો માલિક ગાય સાથે વાછરડી લઈ જાય અને વાછરડુ જન્મે તો તેને તરછોડી મુકે આવો ભેદભાવ કેમ ?…… આવોજ એક બનાવ તાજેતર મા પાટણ મા બન્યો હતો.
જીવદયા પ્રેમી ગોપાલ રાયચંદાણી પર ફોન આવેલ કે કેનાલ રોડ પર આવેલ જીવનધારા ગેટ નં પ પાસે વાછરડુ બિમાર હાલતમાં છે જેથી ગૌપ્રેમી તુરંત સ્થળ પર પહોંચીને તપાસ કરતાં વાછરડુ ભોજનના અભાવે અશકત અને કાનના ભાગે ઈજાથી કીડા પડેલ વાછરડા ને સારવાર અર્થ ઓટો રીક્ષામાં શ્રી હરિ ઓમ ગૌશાળા ગૌ હોસ્પિટલ ગૌ ધામ અનાવાડા પાટણ ખાતે સારવાર અથે મોકલી આપ્યું હતું.
આમ, વાછરડાના માલિક દ્વારા તરછોડેલ વાછરડાને શ્રી હરિ ઓમ ગૌશાળા અનાવાડામાં નવજીવન, આશરો અને નવો પરિવાર ગૌપ્રેમી ગોપાલભાઈ રાયચંદાણીની મદદથી મળ્યો હતો.