Patan
ગુજરાતમાં બે દીવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. તેવામાં પાટણ (Patan) પણ પાણીથી ભરાઈ ગયું છે. રવિવારે પાટણ (Patan)માં ભારે વરસાદને કારણે આનંદ સરોવર ઓવરફ્લો થયું હતું. જેના કારણે આસપાની ચિત્રકૂટ, અયોધ્યાય, પ્રાર્થના, બીએમ હાઈસ્કૂલ, જનતા રોડ સુધી કેડ સુધી પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.
આ પણ જુઓ : Government એ આ ડોક્યુમેન્ટ્સ રિન્યુઅલની મુદત 31 ડિસેમ્બર સુધી વધારી
આ સમસ્યાના કાયમી નિવારણ માટે ચીફ ઓફિસર પાંચાભાઇ માળી, સ્થાનિક અગ્રણીઓ અને પાલિકાના સુધરાઈ સભ્યોએ સાથે મળીને જેસીબી મંગાવી અવરોધ રૂપ વર્ષો જૂના ગેટને તોડી નાખવામાં આવ્યો હતો. ત્યારબાદ ચીફ ઓફિસર પાંચાભાઈ માળી કેનાલના તળિયાનું લેવલ અંદાજે દસ ફૂટ જેટલું ચકાસવા પાણીમાં કુદી પડ્યા હતા. સમસ્યાનો નિકાલ થતા લોકોએ કામગીરી બદલ આભાર માન્યો હતો.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.