સિદ્ઘપુર : મહિલા સુરક્ષા અભિયાન કાર્યક્રમનો કરાયો વિરોધ પ્રદર્શિત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડાના આદેશ અનુસાર સિદ્ઘપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર કચેરી સામે મહિલા સુરક્ષા અભિયાન કાર્યક્રમના વિરોધમાં ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માઈનોરિટી ચેરમેન વજીરખાન પઠાણની ખાસ ઉપિસ્થતીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાટણ જિલ્લા પ્રભારી રામજીભાઈ ઠાકોર, ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર, પ્રદેશ ડેલીકેટ અને તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ દશરથભાઈ પટેલ સહિત જિલ્લા-તાલુકાના સદસ્યો-આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.