પાટણ શહેરના ખાન સરોવરમાં (Khan Sarovar) એક આશાસ્પદ યુવાને મોતની છલાંગ લગાવી આત્મહત્યા (suicide) કરતા ચકચાર મચી જવા પામી હતી. યુવાનની લાશની નગરપાલિકાની ફાયર ફાયટરની ટીમ દ્વારા શોધખોળ શરુ કરવામાં આવી હતી ત્યારે લાશ બીજા દિવસે ખાન સરોવરમાંથી મળી આવી હતી.
પાટણ શહેરનું ખાનસરોવર આત્મહત્યાનું એપી સેન્ટર બની ગયું છે. આત્મહત્યાની વધુ એક ઘટના ગતરોજ સવારે પ્રકાશમાં આવી હતી જેમાં મળતી માહિતી મુજબ, મોદી સમાજના એક આશાસ્પદ યુવાને કોઈ અગમ્ય કારણોસર ખાનસરોવરના ધસમસતા પાણીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી.

આ ઘટના અંગેની જાણ લોકોને થતાં લોકો ખાનસરોવર ખાતે દોડી આવ્યા હતા. આ વિસ્તારના સ્થાનિક કોર્પોરેટરટ સહિત વિપક્ષના સુધરાઇ સભ્ય ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતકની લાશની શોધખોળ કરવા માટે ફાયર ફાયટરના તરવૈયાઓએ તપસ હાથ ધરી હતી. જોકે ગતરોજ લાશનો કોઈ પત્તો મળ્યો ન હતો જેને લઈ આજરોજ વહેલી સવારથી જ આત્મહત્યા કરનાર યુવકની લાશને શોધવાના પ્રયત્નો ટેલિસ્કોપ સહિત વિવિધ 10 ટીમો ખાન સરોવરની ચારે તરફ મોકલી હાથ ધરવામાં આવ્યા હતા.

ખાન સરોવરની વચ્ચો વચ્ચ ટેલિસ્કોપની મદદથી માથા જેવું દેખાતાં લોકોએ લાશ મળી આવી હોવાનું અનુમાન લગાવ્યું હતું ત્યારે પાલિકાના ફાયર ફાયટરના તરવેયાઓ દ્વારા ખાન સરોવરની વચ્ચોવચ્ચ પડેલી લાશને બહાર કાઢવામાં આવી હતી. ત્યારે સ્થાનિક લોકોની મદદથી લાશને યેનકેન પ્રમાણે બહાર લાવી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે લાશનું પંચનામુ કરી પીએમ અર્થે સિવીલ ખાતે મોકલી આપી હતી.

આમ છેલ્લા ચોવીસ કલાકથી આત્મહત્યા કરનાર મોદી અશ્વિનભાઈ નટવરલાલની લાશ મળી આવતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડયા હતા.