પાટણ શહેરમાં સમાવિષ્ટ નવા ઓ.જી. વિસ્તારો સહિતના અન્ય વિસ્તારોમાં વિકાસની મંદગતિને વેગ આપવા માટે જરુરી એવા પુનરાવર્તિ વિકાસ યોજના (રિવાઈઝ ડેવલપમેન્ટ પ્લાન) ને આખરી ઓપ આપવાનાં ચક્રો ગતિમાન પાટણ નગરપાલિકાએ બનાવ્યા છે. જે અંતર્ગત નવા વિસ્તારોમાં રોડ રસ્તાની સુવિધાઓ વિકાસની રેખા દોરવા માટે નવા આયોજન-પ્લાન તૈયાર કરવા માટે ખાસ એજન્સીની નિયુકિત કરવા માટેની ટેન્ડર પ્રકિ્રયા પુરી કરી દેવામાં આવી છે. આ એજન્સીની નિયુકિત માટે બે ટેન્ડર આવ્યા હતા જેને પાટણ નગરપાલિકા ખાતે યોજાયેલી ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં મંજુર કરાઈ હતી.

આ મિટીંગમાં ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન શૈલેષ પટેલ, સભ્યો, પાલિકા જિલ્લા નગરનિયોજક પી.એન. મોદી સહિત ચીફ ઓફિસર ઉપસ્થિત રહયા હતા. આ કિટીમાં સરકારના શહેરી વિકાસ અને ગૃહનિર્માણ વિભાગ દ્વારા મંજૂર થયેલ પાટણની હાલની મુખ્ય અમલી વિકાસ યોજના છેલ્લે તા.૧૬-૧૦-ર૦૧૦ના રોજ મંજૂર થઈ હતી. જેથી તેને રિવાઈઝ કરાવવાનો દશ વર્ષથી વધુનો સમય વિતી ગયો છે જેથી નવી પુનરાવર્તિત વિકાસ યોજના બાબતે ટેન્ડર પ્રકિ્રયા કરવાનો નિર્ણય આ બેઠકમાં કરવામાં આવ્યો હતો.

આ નવી પુનરાવર્તિત (રિવાઈઝ) વિકાસ યોજના અંતર્ગત પાટણ શહેરમાં નવા ઉમેરાયેલા અને દશ વર્ષમાં વધેલી શહેરની હદ ખાસ કરીને રામનગર, માતરવાડી, માખણીયા, સૂર્યનગર, હાંસાપુર, સમાલપાટી જેવા ઓ.જી. વિસ્તારોમાં ઝોનિંગનું કલાસિફિકેશન થવાનું છે જેનાથી નવા રોડ-રસ્તા સહિતનું નવુ નેટવર્ક ઉભુ થશે. આ નવી વિકાસ યોજના માટેના વિકાસ પ્લાન-નકશા બનાવવા માટે એજન્સી નિમવાની થતી હોય છે જે માટેની ટેન્ડર પ્રકિ્રયા કરાઈ હતી તે પુરી થતાં તેના ભાવો નકકી કરાયા હતા.

આ બેઠકમાં પાટણ શહેરના ગામતળમાં મુખ્યમાર્ગ રેલવે સ્ટેશનથી કનસાડા દરવાજા સુધીના માર્ગમાં રોડની બંને સાઈડે સીટી સર્વે કચેરી દ્વારા માપણી કરીને લોકોએ કરેલા આંશિક દબાણો દૂર કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024