રાજ્યમાં મેઘરાજા રીસાતા દુષ્કાળના સંજોગ ઉભા થયા છે એક બાજુ અન્નાદાતા ના ખેતરો મા પાક નું વાવેતર થયું છે અને વરસાદી આધારિત ખેતી મા પાણી જોઈએ તે મળ્યું નથી તો બીજી બાજુ રાજ્યમાં આવેલ પાંજરાપોળ ની સ્થિતિ પણ વિકટ બની છે પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં ૮ પાંજરાપોળ અને ર૦ જેટલી ગૌ શાળાઓ નાની મોટી આવેલી છે ત્યારે પાટણ જિલ્લા મા પાંજરાપોળ ની સ્થિતિ વિકટ બની છે.
પાટણ જિલ્લાની વાત કરીએ તો શહેરમાં આવેલ પાટણ પાંજરાપોળ આશરે ૮૦૦ વર્ષ જૂની છે અને હાલ આ પાંજરાપોળને આધુનિક બનાવવા ૧રપ વર્ષ થયાં છે આ ઉપરાંત રાધનપુર, સમી, હારીજ, ચાણસ્મામાં આવેલ પાંજરાપોળમાં અંદાજે ૩૦ હજાર જેટલા ગૌવંશ આવેલ છે આ ઉપરાંત ખાનગી ગૌ શાળામાં પણ ખુબજ મોટી સંખ્યા માં પશુઓ છે પાટણની પાંજરાપોળમાં ૧પ હજાર કિલો ઘાસ લીલું શુકુ જોઈએ છે હાલ બજાર ભાવ વધેલ છે જેમાં લીલું ઘાસ ૩૦.થી ૪૦ રૂપિયા ર૦ કિલો નો ભાવ છે જ્યારે શુકુ ઘાસ ૧પ૦ થી ર૦૦ રૂપિયા ર૦ કિલો નો ભાવ છે જે હાલ ની સ્થિતિ મા પોષાય તેમ નથી.
સરકાર દ્વારા એડહોક ધોરણે જૂન જુલાઈ મા સહાય મોકલી હતી પણ હાલ ની સ્થિતિ ઘણી વિકટ બની છે. ગૌ સેવક નું પણ કહેવું છે કે સરકાર તેમજ દાતા ઓ આગળ આવે અને ધારાસભ્યએ પણ સરકારને રજુઆત કરી છે. પાંજરાપોળને મદદ કરવી તેમજ પાટણ પંથકની કેનાલોમાં ખેતીની સિંચાઈ માટે પાણી છોડવું અને જો સરકાર યોગ્ય પ્રતિભાવ નહિ આપે તો આંદોલન કરવાની ચીમકી આપી હતી.
તો આ પ્રસંગે પાટણ પાંજરાપોળના સંચાલક અશ્વીનભાઈએ જણાવ્યું હતું કે વરસાદ ખેંચાતા પાંજરાપોળોની હાલત દયનીય બની ગઈ છે અને હાલ લીલા તેમજ સુકા ઘાસચારાના ભાવોમાં ઘરખમ વધારો થતાં પાંજરાપોળો વિકટ પરિસ્થિતિમાં મુકાયા છે તો બીજીબાજુ માલધારીઓ પણ પોતાના ઢોર ઢાંખરનો ખર્ચ ઉપાડી ન શકતાં તેઓ દ્વારા પોતાના ઢોરો પાંજરાપોળમાં નિભાવણી માટે મૂકવા આવતાં હોવાનું જણાવી સરકાર વહેલી તકે પાંજરાપોળોને આર્થીક સહાય આપે તેવી માંગ કરી હતી.