પાટણ શહેરમાં ૧૩૯ મી રથયાત્રાની તૈયારીઆે શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ભગવાનના ત્રણે રથોને મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા છે. ત્યારે છેલ્લા સાત વર્ષથી પાટણ શહેરના કનસડા વિસ્તારમાં રહેતાં ઐયુબભાઈ શેખ મોટી ગાડીના ફોરમેન હોવાથી તેઓ દર વર્ષે ભગવાન જગન્નાથના ત્રણેય રથોના પૈડાનું સમારકામ વિનામુલ્યે કરી આપી કોમી એકતાના દર્શન કરાવે છે
ત્યારે ચાલુસાલે પણ ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળવાની હોઈ ત્રણેય રથોના પૈડાનું ઐયુબભાઈ શેખ દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ભગવાન જગન્નાાથજી, ભાતા બલભદ્રજી અને બહેન શુભદ્રાજીના ત્રણેય રથોના પૈડાઓ કાઢી તેની બેરીંગોની સાફ સફાઈ હાથ ધરી તેમાં ગ્રીસ પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અને દરવર્ષની જેમ ચાલુસાલે પણ ઐયુબભાઈ શેખ દ્વારા ભગવાનના ત્રણેય રથોના પૈડાઓને બહાર કાઢી તેનું સમારકામ વિનામુલ્યે હાથ ધરી કોમી એકતાના દર્શન કરાવ્યા હોવાનું ઐયુબભાઈ શેખે જણાવ્યું હતું.
